શિશુવિહાર બુધસભામાં આધ્યાત્મિક પ્રવચનનો કાર્યક્રમ યોજાયો

67

શિશુવિહાર ગોખલે જ્ઞાનમંદિર , પુસ્તકાલય તથા બુધસભા ના ઉપક્રમે ભક્ત કવિઓની કૃતિમાં વ્યક્ત થતી આધ્યાત્મિકતા કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં ભાગવતાચાર્ય અનિલભાઇ શાસ્ત્રીએ ભાગવત , રામાયણ , તથા ભગવતગીતામાં વ્યક્ત થતી આધ્યાત્મિકતા વિશે મનનીય પ્રવચન આપ્યુ હતુ . તેજ રીતે પુર્વનગરસેવક અને પત્રકાર કાળુભાઇ બેલીમે સુફી સાહિત્ય , પીરઓલીયા , બંદગી તેમજ કોમીએક્તા અને ભાઇચારા વિશે મનનીય પ્રવચન આપ્યુ હતુ . આ કાર્યક્રમનો પ્રારંભ કૃપાબેન ઓઝાના પ્રાર્થના ગીત થી થયો હતો . કાર્યક્રમમાં આર્થિક રીતે નબળા પરિવારોને સખીદાતાઓ દ્વારા કીટ વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ . પુસ્તક પ્રદર્શન માટે પ્રિતીબેન તથા દિપાબેને જહેમત ઉઠાવી હતી . આ પ્રસંગે પત્રકાર બકુલભાઇ ચાર્તુવેદી , આચાર્ય રમેશભાઇ ભટ્ટ ( માનવીલાસ ) , જે.જે.પટેલ બુધસભાના કવિ નટુભાઇ , પ્રમોદભાઇ વોરા સહિતના ખાસ ઉપસ્થિત રહયા હતા . આ કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઇ વાઘેલાએ કર્યુ હતુ . જ્યારે આભારવિધી સુરેશભાઇ ભટ્ટે કરી હતી .

Previous articleરશિયાના રાષ્ટ્રપતિને સીધી વાતચીત માટે ઝેલેંસ્કીનું આહ્વાન
Next articleસુભાષનગરમાં બેંક કર્મચારીના મકાનમાંથી 24 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી