હોળીના તહેવાર દરમિયાન ટ્રેનોમાં થતા ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ‘હોળી સ્પેશિયલ ટ્રેન’ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર 09006 (ભાવનગર – બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ) ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 16મી માર્ચ, 2022 (બુધવાર)ના રોજ 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.35 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. મધ્યવર્તી સ્ટેશનો માટે પણ સમય બદલવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ સામેલ હશે. આ ટ્રેન તેની મુસાફરી દરમિયાન સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. ઉપરોક્ત વિશેષ ટ્રેન માટે ટિકિટનું બુકિંગ નિયુક્ત PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચરને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર પણ જઈ શકે છે.