ભાવનગરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો

77

‘વોઇસ ઓફ વુમન’ સૂત્ર હેઠળ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર શહેર સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર બી.પી. વડોદરાના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ વિભાગ દ્વારા વોઇસ ઓફ વુમન સૂત્ર હેઠળ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા કોલેજ કેમ્પસમાં લેડીઝ રૂમનું ઉદઘાટન ડો.એશ્વર્યા નીરગુડેના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કોલેજમાં અભ્યાસ કરેલ અને જુદા જુદા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને તેમજ મહિલા અધ્યાપકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સંસ્થામાં અભ્યાસ કરતી વૈદહી મકવાણાએ એન.એસ.એસ વેસ્ટ ઝોન તરફથી 26 જાન્યુઆરી 2022ના રોજ દિલ્હી ખાતે પરેડમાં ભાગ લીધો હતો, ઈંચ વન હેલ્પ વન થીમ સાથે પ્રોગ્રામ ડો.એકતા શાહ, ડો.રજનીબેન પારેખ તથા ડો.એશ્વર્યા નીરગુડે દ્વારા સેનેટરી પેડ વિશે જાગૃતિ તથા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, શિક્ષણ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમાયાનગરી મુંબઈમાં વાવાઝોડાનો મોટો ખતરો, દરિયામાં હલચલ શરૂ થઈ
Next articleઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે વિવિધા ગ્રુપ, ભાવનગર દ્વારા વિવિધા કાર્યક્રમો યોજાયા