નંદકુંવરબા મહિલા કોલેજના મુખપત્ર સ્વયમ-૧૨નું વિમોચન કરાયું, વિશિષ્ય સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

74

નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે પ્લેસમેન્ટ માટે એમ.ઓ.યુ. કરાયા
શહેરના સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના મુખપત્ર “સ્વયમ”ના ૧૨માં મણકાની વિમોચન વિધિ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. કોઈપણ સંસ્થાનું મુખપત્ર એટલે વર્ષ દરમ્યાનનું એકાઉન્ટ કહેવાય. વર્ષ દરમ્યાન થયેલી વિવિધ પ્રવૃત્તિ અને કાર્યક્રમની ઝાંખી આ મુખપત્રમાં જોવા મળે છે, નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની સ્થાપનાને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે આથી દર વર્ષની પરંપરા મુજબ કોલેજના મુખપત્ર ૧૨નું વિમોચન યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખપત્રમાં વિધાર્થિનીઓની સ્વરચિત કૃતિઓ, કાવ્યલેખન તેમજ અધ્યાપકોના આર્ટીકલ અને વર્ષ દરમિયાન થયેલ વિવિધ કાર્યક્રમોની ઝલક અને આવનારા સમયમાં કોલેજના આયોજનોની રૂપરેખા આ સ્વયમ ૧૨માં આવરી લેવામાં આવી છે. આ વિમોચન વિધિની સાથે વર્ષ દરમિયાન એકેડમિક, સ્પોર્ટ્‌સ,એન.સી.સી., એન.એસ.એસ. માં જે વિધાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિ હાસેલ કરી છે તેમનુ ઉપસ્થિત મહાનુભાવના વરદહસ્તે સન્માન કરવામાં કરવામાં આવ્યા હતા.ભાવનગર શહેર માટે વિવિધ કંપની, બેન્કિંગ, કોર્પોરેટ ક્ષેત્રને પોતાના ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલોપર, પી.આર.ઓ. મેનેજમેન્ટ, કંપની મેનેજમેન્ટ, બેન્કિંગ, એકાઉન્ટન્ટ અને ઓફીસ વર્ક માટે પ્લેસમેન્ટ મળી રહે તે માટે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા અને કોલેજ દ્વારા વર્ષ દરમિયાન વિધાર્થિનીઓને આ અંગેની ટ્રેનિંગ આપવામાં આવશે અને વિધાર્થિનીઓને પ્લેસમેન્ટ આપવામાં આવશે. કોલેજના આ ૧૨માં મણકા સ્વયમની વિમોચન વિધિમાં મોંઘીબા આશ્રમના મહંત પરમ પૂજ્ય જીણારામબાપુ, ગુજરાત ભા.જ.પ. પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ગોવિંદગુરુ યુનિ. ગોધરાના એક્ઝીક્યુટીવ કાઉન્સિલ મેમ્બર ઉપેન્દ્રભાઈ રાઠવા, ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈ સોની, ભાવનગરના અગ્રણી ઉધોગપતિ અદિતિબેન અગ્રવાલ, સામાજિક મહિલા અગ્રણી વિશાખાબેન તંબોલી ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

Previous articleભાવનગરના એવાં મહિલા કે જેણે સમાજના બાળકોનો માટે જીવન સમર્પિત કરી દીધું
Next articleરાષ્ટ્રીય વિરાસત શાળા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાની એન.એસ.એસ.ની ખાસ વાર્ષિક શિબિર યોજાઈ