મહિલા દિન નિમિતે ભાવનગરમાં સાયક્લોથોનનું આયોજન કરાયું

74

મેયર અને IMAના તબીબો હાજર રહ્યા
ઇન્ડિયન મેડીકલ એસોશિયેશન ભાવનગર, સરકારી મેડીકલ કોલેજ, ભાવનગર અને વુમન ડોક્ટર્સ વીંગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગ રૂપે આજરોજ સાઈકલ મેરથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૮મી માર્ચના એટલે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બહેનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ મહિલા તબીબો, આઈ.એમ.એ. ભાવનગરના મહિલા સભ્યો તેમજ મેડીકલ કોલેજની વિદ્યાર્થિનીઓ માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોન આઈ.એમ.એ. હોલ મહિલા કોલેજથી શરુ કરી, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલ, વાઘાવાડી રોડ, પાણી ની ટાંકી, જવેલ્સ સર્કલ, નીલમબાગ સર્કલ થઇ મેડીકલ કોલેજ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. ભાવનગર શહેર મેયર કીર્તિબેન દાણીધરિયાએ સાયક્લોથોનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મેડીકલ કોલેજ ડીન ડો. હેમંત મહેતા, ડો.ભરત ભાઈ ત્રિવેદી, ડો. એમ.આર .કાનાણી, આઈ.એમ.એ. પ્રમુખ ડો. વિપુલ સરવૈયા, વુમન ડોક્ટર્સ વીંગના પ્રમુખ ડો. કૈરવી જોશી, આઈ.એમ.એ. સાયકલ રીંગ નેશનલ કન્વીનર ડો. ચિન્મય શાહ, તથા અન્ય આઈ.એમ.એ. સભ્યો ડો. દર્શન શુક્લા, ડો. જતીન સરવૈયા, ડો. હરપાલસિંહ ડાભી, ડો. નિધિ વસાણી, ડો. રાજન દેસાઈ, ડૉ. વિપુલ પારેખ, ડો. નિશાદ ગોગદાણી, ડો. બીના જગડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમહિલા દિનની અનોખી ઉજવણી
Next articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત