વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરીને ભારતીયોને બહાર કાઢવા મદદ માંગી હતી
નવી દિલ્હી, તા.૮
યુધ્ધગ્રસ્ત યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાનુ મિશન આખરે શરુ થઈ ગયુ છે.મળતી જાણકારી પ્રમાણે અહીંયા ફસાયેલા ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓને હેમખેમ કાઢવા માટે રશિયાએ સીઝફાયરનુ આજે એલાન કર્યુ છે અને તેના પગલે હ્યુમન કોરિડોર બનાવીને વિદ્યાર્થીઓને પોલટાવા તેમજ રશિયાના બેલગોરોડ લાવવામાં આવશે. જ્યાંથી તેઓને હવાઈ માર્ગે અથવા રેલવે કે બસમાં કેટલીક પસંદગીની જગ્યાએ મોકલવામાં આવશે.ભારતીય દૂતાવાસની ટીમો પોલટાવા શહેરમાં હાજર હતી.આ ટીમો ભારતીય વિદ્યાર્થીઓને પાછી લાવવાની છે.આ પહેલા પીએમ મોદીએ સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે વાત કરી હતી અને એ દરમિયાન સુમીમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે તેમની મદદ માંગી હતી.