શહેરના કુંભારવાડા વિસ્તારમાં જીવ જોખમમાં મૂકી કામ કરતાં શ્રમજીવીઓની દયનીય દશા…!!!

82

સેફ્ટી બેલ્ટ કે સુરક્ષા ઉપકરણ વિના કામ કરતાં શ્રમિકો સાથે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ….?!
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ નવનિર્માણાધિન પાણીની ઓવરહેડ ટાંકી નું નિર્માણ કરતાં શ્રમિકો જમીન સપાટીએ થી સેંકડો ફૂટ ઉંચાઈ એ કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના કામ કરી રહ્યાં છે આટલી ઉંચાઈ એ જો કોઈ દુર્ઘટના ઘટે તો એનાં માટે જવાબદાર કોણ એવાં સવાલો લોક માનસમાં ઉદ્દભવી રહ્યાં છે.
શહેરના કુંભારવાડા સર્કલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ઓવરહેડ ટાંકીનુ નિર્માણ કાર્ય લાંબા સમયથી ચાલી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો જીવ જોખમમાં મૂકી ટાંકીને ફાઈનલ ટચ આપી રહ્યાં છે જમીનથી ખાસ્સી એવી ઉંચાઈએ કામ કરતા શ્રમિકો ની સુરક્ષા-વ્યવસ્થા પર હાલ પ્રશ્ર્‌નાર્થ સર્જાયો કારણકે ટાંકી સપોર્ટ માટે લગાવેલ વાંસના બાંમ્બુ ના સહારે કોઈ પણ પ્રકારના સેફ્ટી બેલ્ટ કે રસ્સી વિના આ શ્રમિકો કામ કરે છે આટલી ઉંચાઈ એથી નિચે પટકાવવા સહિતની દુર્ઘટના ઘટી શકે છે કે અન્ય કોઈ આકસ્મિક બનાવ બનવાની સંભાવના પ્રબળ હોય ત્યારે આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા માનવ જિંદગી જોખમમાં મૂકી કામ કેવી રીતે કરાવી શકે એવા સવાલો અત્રેથી પસાર થતા રાહદારીઓ માં ઉદ્દભવી રહ્યાં છે.

Previous articleભાવનગર યુનિ.ના કુલપતિ તરીકે કાર્યકાળ પૂર્ણ કરી વિદાય લેતાં મહિપતસિંહ ચાવડા
Next articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એક કેસ નોંધાયો