ભાવનગરના આંકોલાળી ગામે લોકભારતીના જળસંચય વિભાગ દ્વારા થશે આડબંધનું નિર્માણ

191

વરસાદી પાણીના સંગ્રહથી જમીન સુધારણાં સાથે સિંચાઇની પણ સગવડ વધશે- ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા
જળસંચય વિભાગ, લોકભારતી દ્વારા પાલિતાણા પાસેના આંકોલાળી ગામે આડબંધનું નિર્માણ કરવામાં આવનાર છે. જેનું ખાતમુહૂર્ત આજે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાએ સ્થાનિક અગ્રણીઓ અને મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયું હતું.

આ અવસરે ધારાસભ્યએ જણાવ્યું કે, જળ એ જીવન છે. જળ વિનાના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. ઇશ્વરના પ્રસાદીરૂપે આશીર્વાદ સ્વરૂપે વરસાદના ટીંપેટીંપાનો સદઉપયોગ થાય તે જરૂરી છે. આપણો વિસ્તાર દરિયાઇ પટ્ટીની ખારાશવાળો હોવાથી જમીનમાં પણ ખારાશનું પ્રમાણ વધતું જાય છે. આ આડબંધથી મીઠા પાણીનો સંગ્રહ વધતાં જમીનનું સ્તર પણ સુધરશે. આંકોલાળી અને આસપાસના ગામના લોકોને મોટા પ્રમાણમાં સિંચાઇનો પણ તેનાથી લાભ મળશે.
પીડીલાઈટ ઉદ્યોગના સહયોગ સાથે સણોસરા લોકભારતી જળસંચય વિભાગના સંકલનથી આંકોલાળી ગામે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં આડબંધનું ખાતમુહૂર્ત થયું હતું. પાલીતાણા પાસેના આંકોલાળી ગામે યોજાયેલા આ માટેના કાર્યક્રમમાં મનોજભાઈ અગ્રાવતના સંચાલન સાથે ઉપસ્થિત અગ્રણીઓએ જળસંગ્રહ કાર્યની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા સાથે આ પંથકના સહકારી અને ખેડૂત અગ્રણીઓ જોડાયાં હતાં.

Previous articleસેન્સેક્સમાં ૮૧૭ અને નિફ્ટીમાં ૨૫૦ પોઈન્ટનો મોટો ઊછાળો
Next articleજીએચસીએલ લિમિટેડ તથા સિધેશ્વરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આઝદી કા અમૂર્ત મહોત્સવ ઉજવણી કરાઈ