મુંબઇ, તા.૧૨
સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ પોતાની ફિલ્મ રાધેશ્યામને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. તેને આ ફિલ્મથી અનેક આશાઓ છે. એના માટે પ્રભાસ ખૂબ જ પ્રચાર પણ કરી રહ્યો છે. ત્યારે આવી જ એક ઈવેન્ટ દરમિયાન પ્રભાસે કંગના રનૌત સાથેની એક ઘટનાને યાદ કરી હતી. જ્યાં તેણે પોતાના કરિયર માટે એક જ્યોતિષની ભવિષ્યવાણી સાચી થઈ હોવાની વાત શેર કરી હતી. ખરેખરમાં ૨૦૦૯માં પ્રભાસ અને કંગના એક તેલુગુ ફિલ્મ એક નિરંજન માટે એક સાથે શૂટિંગ કરી રહ્યાં હતા. શૂટિંગ દરમિયાન કંગનાએ પ્રભાસ સાથે એક જ્યોતિષની વાત શેર કરી હતી. જેણે ભવિષ્યવાણી કરી હતી કે તે એક્ટ્રેસ બનશે. ઈવેન્ટમાં પ્રભાસે જણાવ્યું કે, કંગનાએ ખુદ મને આ રસપ્રદજ વાત ત્યારે જણાવી હતી કે જ્યારે તેઓ એક નિરંજનનું શૂટિંગ કરી રહ્યા હતા. તે એક નાનકડા શહેરમાં ભણી હતી. જેનું સિનેમા સાથે કોઈ લેવા દેવા નથી. તે એક જ્યોતિષને મળી હતી. તે ત્યાં ગઈ અને તેમણે તેને કહ્યું કે, તે એક્ટ્રેસ બનશે. પ્રભાસે કહ્યું કે, કંગનાને એ સમયે લાગ્યું કે જ્યોતિષ તેને મૂર્ખ બનાવી રહ્યો છે. તેણે કહ્યું કે, તેણે એ વાતને એમ સમજીને ટાળી દીધી કે તે માત્ર એક નાનકડા શહેરની છોકરી છે અને તે તેને એક્ટ્રેસની વાત કરીને મૂર્ખ બનાવી રહી છે. તેણે આવી અનેક પ્રકારની ઘટનાઓ સાંભળી છે. પરંતુ તેને એ વાત પર વિશ્વાસ કરવો અઘરો લાગી રહ્યો છે. રાધેશ્યામમાં પ્રભાસ સિવાય પૂજા હેગડે પણ મત્વની ભૂમિકામાં છે. રાધા કૃષ્ણ કુમારની રોમાન્ટિક ડ્રામા આજે જ રિલીઝ થઈ છે અને તેને બોક્સ ઓફિસ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ખેર, ફિલ્મ કેટલી સફળતા મેળવે છે એ તો થોડા જ સમયમાં સામે આવી જશે. પણ પ્રભાસની બાહુબલીએ જે રીતે લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા એ રીતે રાધેશ્યામ કરી શકશે નહીં એવુ એક્સપર્ટ્સનું મંતવ્ય છે.