GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

82

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૬પ૦. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો
– અતલસ, અતિચાર, અતીવ, અતોલ
૬પ૧. નીચેના શબ્દના સાચી રીતે છુટા પાડેલા સ્વ-વ્યંજનો (ધવિનશ્રેણી) વિકલ્પમાંથી શોધો
– વ્‌ +ઈ + જ્‌ + ઝં્‌ + આ + ન્‌ + અ
૬પર. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. – ‘મિથુન જમીને ફરવા જતો’
– સંબંધક ભૃતકુદંત
૬પ૩. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો ‘આકાશે સંધ્યા ખીલી’તી માથે સાતમ કરો ચાંદ’
– સવૈયા
૬પ૪. નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ શોધો ‘અતડું’
– મિલનસાર
૬પપ. નીચે આપેલ વાકયમાંથી રંખાકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. ‘ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું’
– સમયવાચક
૬પ૬. મન્દાક્રાન્તા છંદનું બંધારણ જણાવો.
– મનભનતતગાગા
૬પ૭. નીચે આપેલ સાદા વાકયને જોડતા યોગ્ય સંયોજકને શોધો ‘લાંટ હોત તો લે. કણબી છું.નઈ લઉ.’
– પણ, એટલે
૬પ૮. અલંકારનો પ્રકાર શોધો. ‘મારા ભાઈનું બારમું પતી ગયું.’
– શ્લેષ
૬પ૯. નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.
– ગિલો ગામમાં ગયો.
૬૬૦. આપેલા વાકયમાંથી ખોટો પદ પ્રત્યતય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ‘ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો’
– નો
૬૬૧. નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. – ‘કડવા કારેલા સૌને ભાવે.’
– ગુણવાચક
૬૬ર. નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પરિત્રાણ’ શબ્દનો સમાનાર્થી નથી, તે જણાવો.
– સંબંધિત
૬૬૩. નીચે આપેલ અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.
– આગલું- આંગળું
૬૬૪. ‘વાછરડુ જોયા વિના દુધ દોહવા દેતી ગાય’
– કવલી
૬૬પ. સંધિ જોડો. : ‘સ+અગ +ઉપ +અંગ’
– સાંગોપાંગ
૬૬૬. સંધિ છોડો. ‘ખિન્ન’
– ખિદ્‌ + ન
૬૬૭. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ‘ઓછું આવવું’
– દુઃખ થવું
૬૬૮. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. ‘લેખું’
– હિસાબ
૬૬૯. સાચી જોડણી શોધો.
– સૂનમૂન
૬૭૦. ખોટી જોડણી શોધો હોશિયાર
૬૭૧. ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?
– રૂપક
૬૭ર. નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. ‘પ્રતિ +એક’
– પ્રત્યેક
૬૭૩. છંદ જણાવો. ‘મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો’
– શિખરિણી
૬૭૪. નીચે આપેલ વાકયમાંથી સાદા વાકયો છુટા પાડો. ‘આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો.’
– આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝધડો અકારણ બંધ પણ થઈ જતો.

Previous articleઅને રાજુના છક્કા છૂટી ગયા!!
Next article૧૬ માર્ચથી ૧૨થી ૧૪ વર્ષના બાળકોને રસી અપાશે