સ્ટેન્ડીંગમાં આર્કિટેકની નિયુક્તિ, ૧ વર્ષમાં સુવિધા ઉભી કરવા કવાયત ; ટ્રેકટર ખરીદીની બારોબાર ખરીદીનું કાર્ય રદ્દ
ભાવનગર મહાપાલિકાએ કોમ્યુનિટી હોલના સ્થાને હવે પાર્ટી પ્લોટ બનાવવા પહેલ કરી છે. સ્ટેન્ડીંગની મળેલી બેઠકમાં આર્કિટેક રોકવા મંજૂરીની મહોર લાગી હતી, શહેરના તરસમિયામાં ૬ હજાર વાર, ચિત્રામાં ૩૮૦૦ વાર ટીપીની જમીનમાં પાર્ટી પ્લોટ બનશે જયારે અધેવાડા સીદસર વોર્ડને અનુરુપ ત્રીજો પાર્ટી પ્લોટ બનાવવા પણ ગતિવિધિ હાથ ધરાશે તેમ સ્ટેન્ડીંગ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાએ જણાવ્યું. આગામી ઉનાળુ સુધીમાં આ કામ કમ્પ્લીટ કરવાનો મનસૂબો પણ તેમણે વ્યકત કર્યો હતો. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા મીટી ટ્રેકટર ખરીદવા ઓફ લાઈન વર્ક ઓર્ડર આપવાના બદલે જેમ પોર્ટલ પરથી જ ઓનલાઈન ખરીદી કરવાનો નિર્ણય કરાયો હતો , જેથી આ કાર્ય પેન્ડીંગ રાખીને અધ્યક્ષ સ્થાનેથી રૂવા પમ્પીંગ સ્ટેશનને રૂપિયા ૭૦ લાખના ખર્ચે અપગ્રેડેશન કરવા સહિત કુલ ૫૬ કાર્યોને મંજુરી આપવામાં આવી હતી કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ, જીમ, સિનેમા સહિતના કેટલાક એકમોને વેરામાં મૂક્તિ આપવામાં આવી હતી, જેમા ભાવનગરમાં વેરામાફી પાત્ર ૩૩૮ એકમોનો સમાવેશ થાય છે. આ એકમોને આજ સુધી માફીનો લાભ અપાયો ન હતો , પરંતુ નવા વર્ષે બિલમાં વેરો , પેનલ્ટી , વ્યાજની બાદબાકી કરવા ખાતાકિય એન્ટ્રી કરવાની સુચના આપવામાં આવી હતી . આ સિવાય સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ૬ મીની ટ્રેકટર રૂપિયા ૨૪,૮૬,૪૦૦ ના ખર્ચે ખરીદી કરવા માટે જેમ પોર્ટલ પર ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સમય વિતી જતા ઓફલાઈન વર્ક ઓર્ડર આપવા વહીવટી તંત્ર દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ મેન્યૂઅલ વર્કઓર્ડર નહીં આપવા તેમજ રિ-ટેન્ડર કરવાની તંત્રને સ્ટેન્ડીંગે સુચના આપી હતી. આ સિવાય ઘોઘા સર્કલ તેમજ સરદારનગર સર્કલનું કામ હાલમાં બંધ છે . તેના આર્કિટેક રોકીને ફરીથી સર્કલ ડેવલપ કરવાની સુચના આપવામાં આવી હતી. તો કેટલાક લીઝ પટ્ટા રિન્યુઅલ કરવામાં આવ્યા હતા. રૂવા પંમ્પીંગ સ્ટેંશન અપગ્રેંડશન સહિત કુલ . રૂપિયા ૭,૫૨,૩૬,૮૮૮ના વિકાસ કામોને સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા હતા .