મુખ્ય સૂત્રધ્ધાર, પાંચ યુવતી સહિત આઠને મુદ્દામાલ સાથે ઝડપી લેતી પોલીસ
ભાવનગર શહેરના વાઘાવાડી રોડપર આવેલ એક વાણીજ્યક એકમમા એક ભેજાબાજે કોલ સેન્ટર ખોલી દેશના વિવિધ શહેરોમાં બેરોજગારોને મોબાઈલમાં કોલ કરી નોકરીની લાલચ આપી ઓનલાઈન નાણાં વસુલી છેતરપીંડી આચરતી ગેંગ ઝડપાઈ છે.
ભાવનગર શહેર પોલીસને ચોક્કસ બાતમી સાથે વ્યાપક ફરિયાદ મળી હતી કે મોબાઈલ માં નનામી કંપનીઓ ના નામે બેરોજગારોને કોલ કરી નોકરીની લાલચ આપી ઓનલાઈન પૈસા બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કરાવી કોલ કરેલ સીમ બ્લોક કરી સેંકડો બેરોજગારોને ઠગવામા આવી રહ્યાં છે જે હકીકત આધારે ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી ટેકનિકલ સોર્સીસ ની મદદ વડે વાઘાવાડી થી કાળીયાબિડ પાણીની ટાંકી તરફ જવાના રોડપર અક્ષરવાડી સામે આવેલ ઈવાસુરભી કોમ્પલેક્ષ માં ત્રીજા માળે આવેલ ઓફીસ નં-૩૧૦ માં દરોડો પાડ્યો હતો જેમાં પોલીસે કોલ સેન્ટર જોયું હતું આ કોલ સેન્ટરમાં પાંચ યુવતીઓને માસીક પગાર પર કામે રાખી મોબાઈલ વડે દેશના વિવિધ રાજ્યોના શહેરો-ગામડાઓમાં રહેતા યુવાઓ યુવતીઓને લોભામણી નોકરીની લાલચ આપી જોબ પ્રોસેસિંગ ચાર્જના નામે પ્રત્યેક કોલ દિઠ બેરોજગારો પાસેથી રૂપિયા ૩૫૦ નુ ઓનલાઈન બેંક ટ્રાન્જેક્શન કરાવી બેંક એકાઉન્ટ માં નાણાં જમા થયે યુવતીઓ દ્વારા કોલ કરેલ સીમ કાર્ડ બ્લોક કરી આયોજન બધ્ધ રીતે છેતરપીંડી આચરવામાં આવી રહી હોવાની સ્ફોટક કબુલાત કોલ સેન્ટરમાં કામ કરતી યુવતીઓ તથા કોલ સેન્ટર ચલાવતા ભેજાબાજે આપતા એ-ડીવીઝન પોલીસે કોલ સેન્ટરના સંચાલક અખ્તર હારૂન બેલીમ ઉ.વ.૪૪ રે.દિવાનપરા રોડ ગઢની રાગ.વોરાવાડ હુસૈન મહંમદ ચુડેસરા ઉ.વ.૩૮ રે.કુંભારવાડા કિશોર વજુ ઝાલા ઉ.વ.૪૨ તથા ચંન્દ્રિકા નાનજી કંટારીયા રૂપા બલરામ સહાની સુંદરી બલરામ સહાની નિશા પ્રદિપ ઠાકર અને મોહીસા નદીમ પઠાણ રે તમામ ભાવનગર શહેર ની ધડપકડ કરી સ્થળપર થી અલગ અલગ મોબાઈલ સીમકાર્ડ મોબાઈલ-ફોન નંબર્સની યાદી ફાઈલ વાઈ-ફાઈ રાઉટર સેટ ફાઈલો હિસાબ બુક સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.