જય તળેટીથી શરૂઆત કરી રામપોળ સુધી પહોચતા ૩૩૦૩ પગથિયા ચઢવાના હોય છે. જ્યારે રામપોળથી દાદાના દેરાસર સુધી બીજા ૧૯૮ પગથિયા છે. કુલે ૩૫૦૧ પગથિયા ચઢીને દાદાના દર્શન થાય છે. દાદાના દર્શન અને ચૈત્યવંદન કરીને રામપોળની બારીથી નીકળતા જમણી બાજુએ સોખરી નામની ટેકરી છે, તેના ઉપર દેવકીજીના છ પુત્રોની દેરી છે. ત્યા દર્શન કરીને આગળ ચાલતા અર્ઘો ગાઉ ગયા પછી ઉલકાજલ નામનુ સ્થાન આવે છે઼ અહી દાદાના સ્નાત્ર-પ્રક્ષાલનુ જલ આવે છે અહી ડાબી બાજુ એક નાની દેરીમા આદિનાથ ભગવાનના ચરણપાદુકા છે. ત્યા દર્શન – ચૈત્યવંદન કરીને આગળ જતા પોણો ગાઉ પછી ચિલ્લબણ તલાવડી ( ચંદન તલાવડી) આવે છે અહીં અજિનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનના ચરણપાદુકાની દેરી છે. આ બે દેરી પાસે અત્યત મહિમાવાળી ચિલ્લણ (ચદન) તલાવડી, તથા કાઉસ્સગ્ગ કરવા માટેની સિદ્ઘ શિલા છે. પછી આગળ બે માઇલ જતા ભાડવાનો ડુગર આવે છે, આ શિખર ઉપર એક દેરીમા એક આદીશ્વરના ચરણપાદુકાની જોડ તથા શાંબ અને પ્રદ્યુમ્નઘના બે ચરણપાદુકાની જોડ, એમ ચરણપાદુકાની ત્રણ જોડ પ્રતિષ્ઠિત કરેલ છે. ત્યા ચૈત્યવંદન કરીને એક માઇલ નીચે ઉતરતા સિઘ્ઘવડ (નાની જુની તળેટી) છે. અહીં વડ નીચે દેરીમા આદિનાથ પ્રભુના ચરણપાદુકા છે ત્યા ચૈત્યવંદન કરી અહીં છ ગાઉની પ્રદક્ષિણા પુરી થાય છે. અહીં નજીકમા રહેલા આદપુર ગામની જગ્યામા ફાગણ સુદ ૧૩ના દિવસે પેઢીના હસ્તક જુદા જુદા ગામના સંઘો અને ભાવિક ભક્તો યાત્રાળુઓની ભક્તિ કરવા માટે પાલ તરીકે ઓળખાતા મંડપ બંઘાવીને તેમા જાત જાતની વસ્તુઓ દ્વારા યાત્રિક ભાઇ બહેનોની સાઘાર્મિકોની ભક્તિ કરે છે. આ પરંપરા રહેલી છે.