સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડુઆત તરફથી ભાડું ન આપવાનો સિવિલ વિવાદનો મામલો છે આ કોઇ ફોજદારી કેસ નથી
નવી દિલ્હી,તા.૧૬
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડુઆત તરફથી ભાડું ન આપવાનો સિવિલ વિવાદનો મામલો છે આ કોઇ ફોજદારી કેસ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ભાડુઆત ભાડુ ન આપતો તો તેના માટે આઇપીસી કલમ હેઠળ થઇ શકે નહી. કોર્ટે તાજેતરમાં જ સંભળાવેલા પોતાના આ ચૂકાદામાં ભાડુઆત વિરૂદ્ધ કેસ દાખલ કેસને નકારી કાઢતાં આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં નીતૂ સિંહ વર્સીસ સ્ટેટ ઓફ યૂપીનો કેસ આવ્યો હતો. ભાડુઆત વિરૂદ્ધ આઇપીસી કલમ ૪૦૩ (બેનામી સંપત્તિનો ઉપયોગ કરવો) તથા ૪૧૫ (દગો આપવો) ની કલમોમાં કેસ દાખલ થયો હતો. તો બીજી તરફ અલ્હાબાદ હાઇકોર્ટે અરજીકર્તાની અરજી પર રાહત આપવાનું મન બનાવી લીધું અને દાખલ કેસ નકારી કાઢવાની મનાઇ કરી દીધી હતી. ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો.
સુપ્રીમ કોર્ટે એફઆઈઆરને ફગાવી દીધી અને કહ્યું કે ભાડું ન ચૂકવવું એ સિવિલ વિવાદ છે. તે ફોજદારી કેસ બનતો નથી. મકાનમાલિકે આઈપીસીની કલમો હેઠળ ભાડુઆત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ કહ્યું કે ભાડું ન ચૂકવવું એ સિવિલ ચેરલનો વિવાદ છે. ત્યારબાદ આઇપીસી હેઠળ કેસ બનતો નથી તો આ સ્થિતિમાં પહેલાંથી દાખલ કરવામાં આવેલી એફઆઇઆર રદ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડુઆત વિરૂદ્ધ પેડીંગ ભાડાનું એરિયસ અને મકાન ખાલી કરવા સંબંધી વિવાદનું નિવાદરણ સિવિલ કાર્યવાહી હેઠળ થશે.