ભાવનગરની જનતાને આ બજેટમાં કઈ નવું મળ્યું નથી-વિપક્ષ
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ હોળી કે દિન બજેટની હોળી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત ભાવનગર મહાનગર પાલિકાની સામે બજેટની હોળી કરવામાં આવી હતી.
ભાવનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, મોટી મોટી વાતો કરનાર ભારતીય જનતા પાર્ટી શાસિત કોર્પોરેશનના બજેટમાં નાના વેપારીઓને કોઈ ફાયદો થતો નથી. હા જે ખાનગી સ્કૂલોને વેરા માં રાહત આપી છે જ્યારે હેર કટિંગ સલૂન, પાનના ગલ્લા, કરીયાણાં વાળા જેવા નાના વેપારીઓને કોઇ રાહત આપી નથી. કોંગ્રેસના શાસનમાં મહાનગરપાલિકામાં ૮૫ પ્રાથમિક શાળાઓ હતી. જે આ લોકોના શાસનમાં ઘટીને ૫૫ થઈ ગઈ છે. તેમજ કોરોનાની વિષમ પરિસ્થિતિમાં પણ લોકોને કોઈ રાહત આપી નથી અને ભાવનગરમાં આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ બની શકે તેમ હોવા છતાં લોકોને નિરાશા સાંપડી છે. સ્વચ્છતાં બાબતમાં ફક્ત મોટી મોટી વાતો કરનાર આ લોકો સફાઈ કામદારોનું જે સેટઅપ હોવું જોઈએ તે ગોઠવી શકતા નથી.
કોઈપણ કોર્પોરેશનના કામ સમય મર્યાદા માં પુરા થતાં નથી અને કામની ગુણવત્તા પણ જળવાતી નથી એટલે કે આ શાસકો બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કોઈ કોન્ટ્રાકટર પર પગલા લેવા માં આવતા નથી. ભાવનગરની જનતાને આ બજેટ માં કઈ નવું મળ્યું નથી.આ કાર્યક્રમ વેળાએ શહેર કૉંગ્રેસ પ્રકાશ વાઘાણી, પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપ ગોહિલ, જિલ્લા પંચાયત કોર્પોરેટરો, એનએસયુઆઈ, આઇટી સેલ, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.