શહેર-જિલ્લામાં ધૂળેટી પર્વની સમૂહમાં ઉજવણી અકબંધ રહી પર્યટન સ્થળોએ ભીડ ઉમટી પડી : રંગોની છોળો સાથે સ્વાદિષ્ટ વ્યંજનોનો રસાસ્વાદ પણ માણ્યો, બપોર બાદ સહપરિવાર પર્યટન સ્થળોએ લોકો ઉમટી પડ્યા : બે વર્ષ સુધી કોરોનાએ કવરાવ્યા બાદ આ વર્ષે મુક્તિ મળતા ધુળેટી પર્વની થઈ અનોખી ઉજવણી
બે વર્ષ બાદ કોરોના શાંત થયો હોય ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડની પ્રજાએ હોલિકા દહન પરંપરાગત રીતે કર્યા બાદ આજે રંગપર્વ ધૂળેટીની થનગનાટથી ઉજવણી શહેરીજનોએ ઉજવણી કરી, જેમાં શહેરનાં રૂપાણી સર્કલ ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દેશ આજે રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી રહ્યો છે.
કોરોના સંકટ વચ્ચે, રાજ્ય સરકારોએ હોળીની ઉજવણી દરમિયાન કોરોનાને સંયમિત વર્તન કરવાની અપીલ કરી છે. લોકો કોવિડના કડક નિયમોનું પાલન કરે. હોળીની પરંપરાગત રીતે ઉજવણી કર્યા બાદ આજે ધૂળેટીની રંગપર્વની ઉજવણી કરવામાં આવી. ધૂળેટીનાં પર્વે નાના-મોટા સૌ કોઈ અબિલ-ગુલાલ અને કેસુડાના રંગે રમ્યા હતા. જોકે કેમિકલ મિશ્રિત કૃત્રિમ રંગોથી દૂર રહેવાની સ્કિન સ્પેશિયાલિસ્ટ તબીબોએ ખાસ સલાહ આપી છે. કારણ કે હલકી અને કેમિકલવાળા રંગો થી ત્વચા અને આંખોને ઘણીવાર નુકસાન થતું હોય છે. ધૂળેટીના પર્વે રંગો ઉપરાંત ઉંધિયું, શીખંડ અને મઠ્ઠો ઉપરાંત સમોસા, ખાંડવી, ઢોકળા વિ.ની સારી ખપત રહેશે. ધૂળેટીનાં રંગ પર્વે ખાસ કરીને મારવાડી સમાજ પરંપરાગત રીતે રંગે રમશે. આજે સાંજે છેક છેલ્લી ઘડીની અબિલ-ગુલાલ સહિ?ત રંગો અને પીચકારીઓની ખરીદી જામી હતી. હોળીની પરંપરાગત રીતે ઉજવણી કર્યા બાદ ભાવેણવાસીઓ આજે રંગપર્વ ધૂળેટીથી ઉજવણી કરી હતી. સરકારે હોળી માટે માર્ગદર્શિકા જારી કરતી વખતે જણાવ્યું હતું કે લોકોએ મોટી સંખ્યામાં ભેગા થયા વિના તહેવારની ઉજવણી કરવી જોઈએ અને કોવિડ ‘પ્રોટોકોલ’નું પાલન કરવું જોઈએ કારણ કે કોરોના સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. આ વર્ષે હોલિકા દહન ગુરુવારે કરવામાં આવ્યુ હતુ જ્યારે ‘ધુળેટી’ અને ‘રંગપંચમી’ના તહેવાર આજે ઉજવવામાં આવશે. ધુળેટી નિમિત્તે લોકો એકબીજાને રંગો લગાવે છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, હોળી સમગ્ર મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને, વધુ ભીડ એકઠી કર્યા વિના તહેવારની ઉજવણી કરવાનો પ્રયાસ કરો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો.