બોટાદના બરવાળા ખાતે રહેતા બે જવાનો એરફોર્સ તથા એસએસબી સુરક્ષા સીમા બલ ની ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ વતન પરત ફરતા બંને જવાનોનું ડીજે સાથે રેલી યોજી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સ્વાગત કાર્યક્રમમાં યુવા ટીમ બરવાળા અને તેમના પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો,આજ રોજ ૨૦ માર્ચ ૨૦૨૨ ના રોજ બરવાળા ના ૨ જવાનો (૧) જયવીરસિંહ ડાભી જેઓ ઇન્ડિયન એરફોર્સ ની તાલીમ પૂર્ણ કરી છે.(૨) અનિલભાઈ જાદવ જેઓ એસ એસ.બી (સીમા સુરક્ષા બલ) ની તાલીમ પૂર્ણ કરી સૌ પ્રથમ વખત પોતાના વતન પરત આવેલ જે બરવાળા શહેર માટે ગૌરવ કહેવાય તેથી બરવાળા નગરજનો દ્વારા ડિ.જે સાથે કારમા ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું, જેમા અબીલ ગુલાલ અને પુષ્પગુચ્છ ની પરિવારજનો અને ગ્રામજનો એ ફટાકડા અને ડાન્સ ગરબાની રમઝટ બોલાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું, જેમા પરિવાર જનો અને દેશ ના આં જવાનો વતન ના લોકો નો પ્રેમ જોઈ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. વાતાવરણ દેશ ભક્તિના ગીતો અને જય જવાન ના નારાઓ થી ગુંજી ઉઠ્યું હતું. જેમા આ કાર્યક્રમ ને સફળ બનાવવા યુવા ટીમ બરવાળા અને જવાનોના પરિવારજનો એ ભારે જહેમત ઉઠાવી હતી.