રદ્દીના આગ ઝરતા ભાવ વચ્ચે પસ્તીનું ગોડાઉન સળગ્યું : શહેરમાં બે સ્થળે આગ

55

ભાવનગર શહેરના જુદા જુદા બે સ્થળોએ આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.
આ બંને બનાવોની જાણવા મળેલ વિગતો મુજબ શહેરના કુંભારવાડા, મોક્ષ મંદિર પાસે ગઇકાલે બપોરના સુમારે એક મકાનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આ બનાવની ફાયર સ્ટાફને જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી. જ્યારે બીજા બનાવની જાણવા મળેલ વિગત મુજબ શહેરના જુના બંદર રોડ ઉપર આવેલ વૈશાલી ટોકીઝ રોડ નજીક ચામુંડા વેસ્ટ સપ્લાયર્સ નામના પસ્તીના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠી હતી. આ આગની જાણ થતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

Previous articleયુદ્ધ નહીં અટકે તો ત્રીજું વિશ્વયુદ્ધ થશે : યુક્રેનના પ્રેસિડેન્ટની ચેતવણી
Next articleભાવ. શહેર ભાજપ મિડિયા સેલ કન્વીનરના મકાનમાં આગનું છમકલું