તળાજા ના પીથલપુર ગામે દાઠા પોલીસ ટીમ ત્રાટકી ઈંગ્લીશ દારુ સાથે એક શખ્સ ઝડપી પાડયો

87

એસ પી ,ડીવાય એસ પી અને પીએસઆઈ ની ચુચના માર્ગદર્શન મુજબ દાઠા પોલીસ સ્ટાફ દ્વારા ગ્રામ્ય વિસ્તારમા સતત પેટ્રોલિંગ સઘન કરી દારૂ અંગે રેડ પાડી પોલીસ સ્ટેશન થી મળતી વિગત મુજબ તળાજા ના પીથલપુર ગામે વિદેશી દારૂની ૯૬ બોટલ સાથે દાઠા પોલીસે એક શખ્સ ને ઝડપી પાડ્યો દાઠા પોલીસ સ્ટેશન ના એ એસ આઈ અજય સિંહ, દિગુભા સહિત પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન બાતમી મળેલ હકીકત મુજબ કે પીથલપુર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતો કાળુ ઉર્ફ કલ્પેશ મથુર ભાઈ બારૈયા ભાદ્રોડ વાળો હાલ પીથલપુર રહીને રહેણાંક વિસ્તારમાં વિદેશી દારૂ નુ વેચાણ કર છે એવી બાતમી મળેલ પોલીસ ટીમ બાતમી વાળી જગ્યાએ ત્રાટકી એક મકાનમાં છુપાલેલ અલગ અલગ બ્રાન્ડ ની ૯૬ બોટલ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી પીથલપુર ગામના પ્લોટ વિસ્તારમાંથી કાળુ ઉર્ફ કલ્પેશ બારૈયા મળી આવેલ તેમની ધરપકડ કરી દાઠા પોલીસ સ્ટેશન લાવી પ્રોહિબિશન એકટ સહિત ના ગુના દાખલ કરી દાઠા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ દાઠા પોલીસ સ્ટાફ અને નવનિયુક્ત પીએસઆઈ શિંગરખીયા અને એ એસ આઈ અજય સિંહ એ જણાવેલ મુજબ દાઠા પંથક સહિત વિસ્તાર મા સત્તત પેટ્રોલિંગ જારી રહેશે

Previous articleભાવનગર પશુપાલન વિભાગનો સસ્પેન્ડેડ નિયામક લાંચ લેવા જતા હાથોહાથ ઝડપાયો
Next articleતાપમાન ઊંચે જવા સાથે ગરમી પકડતા લીંબુના ભાવ