મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના પદવીદાન સમારંભમાં હાજરી આપશે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ ૨૬ માર્ચ શનિવાર ના રોજ વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવામાં આવનાર છે જેમાં રાજ્યના કુલાધિપતિ અને રાજયપાલ આચાર્ય દેવવ્રત તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત હાજરી આપશે તેમ આધારભુત સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મ.કૃ.ભાવનગર યનિ.દ્વારા દર વર્ષે શિક્ષણ પૂર્ણ કરનાર વિધ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવે છે. જેના માટે પદવીદાન સમારોહનુ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ આગામી તા.૨૬ને શનિવારે યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યોજવામાં આવનાર છે. જેમાં કુલાધિપતિ અને રાજયપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિત ઉપસ્થિત રહેશે જેને યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ત્રિવેદીએ સમર્થન આપ્યું છે.જોકે હજુ તેની સત્તાવાર જાહેરાત કરાઇ નથી. ભાવ.યૉનિ.દ્વારા ઓગસ્ટ ૨૦૨૧ અને જાન્યુઆરી ૨૦૨૨મા ડિગ્રી ફોર્મ ભરેલ હોય અને રૂબરૂ ડિગ્રી મેળવવાનો વિકલ્પ પસંદ કરેલ હોય તેવા વિધ્યાર્થીઓને સમારોહ માટેના ટોકન ઇશ્યુ કરવામા આવ્યા છે. આમ શનિવારે ભાવ.યુનિ.ના પદવીદાન સમારોહમાં રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિત ઉપસ્થિત રહેશે. જેની ટુક સમયમાં સતાવાર જાહેરાત કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.