ભાવનગર શહેરમાં છેલ્લા ચાર દિવસથી અગન જાળની નાનીમોટી ઘટનાઓ દરરોજ ઘટી રહી છે ત્યારે આજે પણ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ ટીસી ટાવર બિલ્ડીંગના ભોંય તળીયે આવેલ પાર્કિંગમાં પડેલ કચરાના જથ્થામાં આગ લાગી છે જે મેસેજ મળતાની સાથે જ ટીમ સ્થળપર દોડી આવી હતી અને પાણી છાંટી આગ ઓલવી હતી.