ભાવનગરના વતની બે પોલીસ અધિકારી IPS માટે થશે નોમીનેટ

110

ડો. હરપાલસિંહ જાડેજા અને ચિંતન તેરૈયા IPS માટે નોમીનેટ, હાલ બંને અધિકારી પોલીસ અધિક્ષક પદે છે ફરજરત
ગુજરાતની ૨૦૧૧ની બેચના dysp બનેલા gpsc અધિકારીનુ ips નોમીનેટ માટે લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે જેમાં ભાવનગર જિલ્લામાં વતની બે પોલીસ અધિકારીનો સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને અધિકારી મૂળ ભાવનગરના છે અને હાલ જુદી જુદી જગ્યાએ પોલીસ અધિક્ષક પદે ફરજરત છે. ડો. હરપાલસિંહ એમ. જાડેજા હાલ srp ગૃપ ૧૨ના જ. છે. તેઓ શહેરના બોરતળાવ વિસ્તારમાં મકાન ધરાવે છે. મૂળ જામનગરના છે પરંતુ ૧૯૯૫માં મેડિકલ કોલેજમાં અભ્યાસ અર્થે ભાવનગર સ્થાયી થયા બાદ ભાવનગર સાથે નાતો કાયમ છે, તેઓ મેડિકલ કોલેજના ફર્સ્‌ટ બેચમાં વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ડોક્ટરની ડિગ્રી મેળવ્યા બાદ બે વર્ષ વરતેજ chc માં મેડિકલ ઓફિસર રહ્યા, ૭ વર્ષ જામનગરની સિવિલમાં સેવા આપી. આ દરમિયાન ફરજના ભાગરૂપે પોલીસ અને કોર્ટ સાથે સંપર્કો વધતા પોલીસ અધિકારી તરીકે કારકીર્દી બનાવવા રસ જાગ્યો. આથી એ દિશામાં આગળ વધી ૨૦૧૧માં dysp બન્યા. ૨૦૧૯માં sp તરીકે પ્રમોશન મેળવી તેઓ હાલ srp ગૃપ ૧૨ના જ તરીકે ફરજરત છે.Ips માટે નોમીનેટ થનાર ભાવનગરના વતની બીજા પોલીસ અધિકારી ચિંતન તેરૈયા ભાવનગરના ઉદ્યોગપતિ જયશંકરભાઈ તેરૈયાના પુત્ર છે. Be. Chemical થયેલા ચિંતનભાઈએ ૨૦૧૧ની gpsc બેંચના અધિકારી છે, કચ્છના નખત્રાણા અને અમદાવાદમાં dysp તરીકે નોકરી કરી જના પમોશન સાથે સુરતમાં પોસ્ટીંગ મેળવી હાલ સી.એમ સિક્યુરિટીમાં જ છે.
પ્રથમવાર ૨૫ ગુજરાતી એકસાથે IPS માટે થશે નોમીનેટ
એકસાથે ૨૫ અધિકારી IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા હોવાની ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે. ૨૦થી વધુ અધિકારી IPS તરીકે નોમિનેટ થશે, જે અંગે ગૃહ વિભાગ કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૧ની બેચમાંDYSP તરીકે ભરતી થયેલા ૨૫ જેટલા અધિકારીઓને IPS નોમિનેશન માટેની ક્લિયરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવનારા સમયમાં એક સાથે ૨૫ ગુજરાતી અધિકારી IPS તરીકે ફરજ બજાવશે. જેમાં સુરતના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયા, અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર (કંટ્રોલરૂમ) ડો.હર્ષદ પટેલ, અમદાવાદ શહેરના ઝોન-૪ નાયબ પોલીસ કમિશનર રાજેશ એચ.ગઢીયા સહિત ૨૫DYSP નો સમાવેશ થાય છે. ૨૦૧૧ની બેચના પાસ થયેલા ૩૬ DYSP જિલ્લામાં SP તરીકે તેમજ શહેરમાં DSP તરીકે નિમણૂક પામ્યા છે. જેઓ ટૂંક સમયમાં મહત્વની જગ્યા પર પણ હશે. તેમ વધુમાં જાણવા મળ્યું છે.

Previous articleદારૂ પીવા મામલે થયેલ ઝગડામાં પોલાની હત્યા કરનાર જીગામામાને આજીવન કેદ
Next articleભાવનગર ફરી એકવાર કોરોનામુક્ત થયો, સાતમાં દિવસે કેસ ન નોંધાતા રાહત