832 શિક્ષણલક્ષી વિડીઓના નિર્માત્રી વલભીપુરના ‘ગુરૂમાતા’નું રાજ્યકક્ષાએ સન્માન

73

શ્રી હરિઓમ કન્યા શાળાના શિક્ષિકા લીલાબેન ઠાકરડા જિલ્લાકક્ષાએ અવ્વલ
વલ્લભીપુર તા.૨૧
રાજ્ય શિક્ષણ વિભાગ અંતર્ગત જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો સાતમો ત્રિદિવસીય ઇનોવેશન ફેસ્ટિવલ 2022 તાજેતરમાં ઇડર ખાતે યોજાયો હતો. રાજ્યના 160થી વધુ શિક્ષકોએ પોતાના ઇનોવેટિવ કાર્ય થકી સન્માન મેળવ્યું હતું. જેમાં વલ્લભીપુરની શ્રી હરિઓમ કન્યા પ્રા. શાળાના શિક્ષિકા લીલાબેન ઠાકરડા જિલ્લા કક્ષાએ અવ્વલ રહ્યા હતા. પાયાના મૂલ્યલક્ષી નવતર પ્રયોગને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મળતા ટી.એલ.એમ લેડી તથા ગુરુમાતાના ઉપનામથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. લીલાબેન ઠાકરડા નામની પોતાની યુ-ટ્યુબ ચેનલમાં બાળકોના શિક્ષણલક્ષી 832 વિડિઓ બનાવનાર લીલાબેન આશરે 1800 જેટલા શિક્ષકોને પીડીએફ સ્વરૂપે વિવિધ મટીરીયલ પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત વેસ્ટ મટીરીયલમાંથી ટી.એલ એમ. નિર્માણ કરી શિક્ષણને અસરકારક બનાવવાના તેમના ઇનોવેટિવ કાર્યની રાજ્ય સ્તરે નોંધ લેવાતા વલ્લભીપુરને પણ ગૌરવ અપાવ્યું છે.
ઉપરોક્ત ત્રિદિવસીય ફેસ્ટિવલમાં વલ્લભીપુરની શ્રી હરિઓમ કન્યા પ્રા.શાળાના શિક્ષિકા લીલાબેન ઠાકરડાનુ પાયાના મૂલ્યલક્ષી નવતર પ્રયોગને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મળતા રાજ્ય કક્ષાએ સારો પ્રતિસાદ મળ્યો હતો. હાલ શિક્ષણમાં નાવીન્ય ખૂબ જરૂરી છે ત્યારે કોવિડ -19 દરમિયાન શેરી શિક્ષણ દ્વારા શિક્ષણ, જાતે પુસ્તકો બનાવી ગુજરાતભરના બાળકો સુધી પહોંચાડ્યા હતા. 1800 શિક્ષકોને પીડીએફ સ્વરૂપે મટીરીયલ પહોચાડ્યું હતું અને વેસ્ટ મટીરીયલમાંથી ટી.એલ .એમ નિર્માણ કરી શિક્ષણને અસરકારક બનાવ્યું હતું.

એમની યુ.ટ્યુબ ચેનલમાં 832 વિડિયો છે અને 4060 સબસ્ક્રાઇબર છે. અત્યાર સુધી 924926 લોકોએ ચેનલની વિઝીટ લીધી છે.રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષણ નિયામક જોષી, જીસીઆરટીના રીડર ડૉ. સંજય ત્રિવેદી, જી.સી.ઇ.આર. ટી.ના નિયામક ડૉ. પ્રફુલ જલુ અને ગુજરાત રાજ્યના શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવએ સ્ટોલની મુલાકાત દરમિયાન શિક્ષિકાના કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને કાર્યની નોંધ લીધી હતી. પદ્મશ્રી અનિલ ગુપ્તા લીલાબેનના સ્ટોલની મુલાકાત લઇ તેઓએ કરેલ કાર્યનું ખૂબ જ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી કાર્યની પ્રશંસા કરી હતી. અત્યારે લીલાબેનના waste વેસ્ટ મટીરીયલમાંથી ટી.એલ.એમ. અભિગમનો લાભ ગુજરાતભરના બાળકો અને શિક્ષકો મેળવી રહ્યા છે. તેમના પ્રજ્ઞા પરિવાર ઓલ ગુજરાત નામના ચાર ગ્રુપ છે જેમાં ગુજરાતના શિક્ષકો સામેલ છે. તેમના આ કાર્ય થકી ગુજરાતભરના કર્તવ્યનિષ્ઠ શિક્ષકોએ તેમણે ગુરુમાતા અને ટી.એલ.એમ લેડીના ઉપનામ સન્માનિત કર્યા છે.
એહવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

Previous articleવિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ ૨૫ વર્ષની વયે નિવૃતિની જાહેરાત કરી
Next articleસત્યેન્દ્ર પ્રસાદ સિંહા (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )