અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય પુજ્ય ભયલુબાપુના હસ્તે મહોત્સવનો લોગો,ઘર બેનર,વેબ સાઈડ તથા ૪૦ વિભાગના પુસ્તકનું લોચિંગ કરવામાં આવ્યુ.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે આવેલ મોટા રામજી મંદિર ધામ ખાતે ભવ્ય અને દિવ્ય નૂતન રામ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે.આ નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સાથે સાથે રામ મહાયજ્ઞનું ભવ્ય આયોજન ૮ મે થી ૧૪ મે દરમિયાન ૭ દિવસ યોજાશે.
આ મહોત્સવની હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. મહોત્સવની આગવી ઓળખ પ્રસ્થાપિત થાય તેમજ આયોજનની કામગીરીને વેગ મળે તે માટે આ કાર્યક્રમનો “લોગો’ બનાવવામાં આવ્યો છે.આ લોગોનું લોન્ચિંગ તા.૨૫,૩,૨૦૨૨ ને શુક્રવારે રાત્રે નાગનેશ ગામે મોટા રામજી મંદીરના મહંત ૧૦૦૮ પુજ્ય પતિતપાવનદાસજી મહારાજની ઉપસ્થિતીમાં પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય પૂજ્ય ભયલુબાપુની ઉપસ્થિતિમાં તેમના હસ્તે મહોત્સવનો લોગો,ઘર બેનર,વેબ સાઈડ તથા ૪૦ વિભાગના પુસ્તકનું લોચિંગ કરવામાં આવ્યુ હતુ.આ મહોત્સવનો પ્રચાર પ્રસાર થાય તે માટે એક વિશેષ પ્રકારનું ‘ઘર બેનર’ બનાવવામાં આવ્યું છે. જે ઘર બેનર ને દરેક ભાવિક ભક્તો પોતાના ઘરે રોજ દર્શન થાય તેમ લગાવશે.આ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે એવા ધર્મનિષ્ટ હાલુભા રણજીતસિંહજી ચુડાસમા-જસ્કા (હાલ ધંધુકા)ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ મહોત્સવને વૈચ્છિક સ્તરે ઓળખ મળે તે માટે હાલના કોમ્યુનિકેશનના યુગની સાથે જોડાઈ રહેવા માટે એક “વેબ સાઇટ” બનાવવામાં આવી છે એનું પણ લોન્ચિંગ કરાયુ તેમજ આ મહોત્સવની જાણકારી વધુમાં વધુ ભાવિક ભક્ત જનો સુધી પહોંચે તે હેતુથી વોટ્સએપ એડ પણ બનાવવામાં આવી છે. તે વોટ્સએપ એડ નું પણ લોન્ચિંગ કરાયુ હતુ.મહોત્સવના આયોજનને ૪૦ વિભાગમાં વિભાગવાર આયોજન કરાયું છે. તે આયોજન ની પુસ્તિકા નું પણ અનાવરણ કરાયુ હતુ.આ કાર્યક્રમમાં નરેન્દ્રસિંહ હાલુભા ચુડાસમા(આર.કે.આંગડીયા),નિરૂભા ગઢવી(પાળીયાદ),સાગરભાઈ દીલીપભાઈ સોની(લોગો બનાવનાર)સહીત નાગનેશ ગામના તેમજ આજુબાજુના ગામના દરેક સમાજના આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.સ્ટેજ સંચાલન પ્રવિણસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યુ હતુ તેમજ આ પ્રસંગે રામ મહાયાગ યજ્ઞ ના પાટલાની ઉછામણી કરવામાં આવી હતી.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર