ભાવનગરની એસઓજી ટીમે રૂપિયા ૭૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર એસઓજી પોલીસની ટીમે ગારીયાધાર વિસ્તારમાંથી ચોરી કરેલ બાઈક સાથે ફરતાં શખ્સની ધડપકડ કરી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે વાહન ચોરને ગારીયાધાર પોલીસને હવાલે કર્યો છે. સમગ્ર બનાવ અંગે એસઓજી પોલીસે આપેલી માહિતિ મુજબ ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન ગારીયાધાર થી મોટા ચારોડીયા ગામ તરફ જવાના રોડપર નવગજા પીરની જગ્યા પાસેથી એક શખ્સ બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થતાં ટીમે શખ્સને અટકાવી બાઈકની આરસી બુક લાઈસન્સ સાથે તેનું નામ સરનામું પુછતાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ જણાવ્યું હતું જેમાં પોતે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માવજીંજવા ગામનો જયદિપ બિબુ ગોસાઈ ઉ.વ.૨૧ વાળો હોવાનું જણાવેલ તથા તેની પાસે રહેલ બાઈક અંગે યોગ્ય દસ્તાવેજ કે સંતોષકારક જવાબ ન આપી શકતાં આ શખ્સને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં આ બાઈક સહિત કુલ ત્રણ બાઈકની અલગ અલગ સ્થળોએથી ચોરી કરી ફેરવતો હોવાની કબૂલાત કરી હતી જેમાં બે બાઈક જેતપુર ખાતેથી ચોરી કર્યાં ની કેફિયત આપતાં પોલીસે વાહન ચોરના કબ્જા તળેથી ત્રણ બાઈક કિંમત રૂ.૭૫ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વાહન ચોરીનો ભેદ ઉકેલી આરોપી વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી ને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.