પેરાસિટામોલ સહિત ૮૦૦ દવાઓ એપ્રિલથી મોંઘી થશે

50

તાવ, હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ત્વચા રોગ અને એનીમિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૨૬
નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ એટલે કે જરૂરી દવાઓની સૂચિમાં આવતી લગભગ ૮૦૦ જેટલા દવાઓના ભાવમાં એપ્રિલથી ૧૦.૭ ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. Wholesale Price Index માં ઝડપથી વધારાના કારણે આમ થઈ રહ્યું છે. જેમા તાવ, હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ત્વચા રોગ અને એનીમિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે. આગામી મહિનેથી પેનકિલર અને એન્ટી બાયોટિક જેમ કે પેરાસિટામોલ ફિનાઈટોઈન સોડિયમ, મેટ્રોનિયડાઝોલ જેવી જરૂરી દવાઓ મોંઘી મળવા લાગશે. વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકારે શિડ્યૂલ ડ્રગ્સના ભાવમાં વધારો કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે.
નેશનલ ફાર્મા પ્રાઈઝિંગ ઓથોરિટીના જણાવ્યા મુજબ આ દવાઓના ભાવ ઉઁૈંના આધારે નક્કી કરાય છે. હકીકતમાં કોરોના મહામારી બાદ ફાર્મા ઈન્ડસ્ટ્રી દવાઓના ભાવ વધારવાની સતત માંગણી કરી રહી હતી. દ્ગઁઁછએ શિડ્યૂલ ડ્રગ્સ માટે ભાવમાં ૧૦.૭ ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. અત્રે જણાવવાનું કે શિડ્યૂલ ડ્રગ્સમાં જરૂરી દવાઓ સામેલ છે જેના ભાવ પર નિયંત્રણ હોય છે. તેના ભાવ મંજૂરી વગર વધારી શકાતા નથી. જે દવાઓના ભાવ વધવા જઈ રહ્યા છે તેમા કોરોનાના મધ્યમથી લઈને ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે. હવે તાવ, સંક્રમણ, હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ત્વચા રોગ, અને એનીમિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓના ભાવ વધશે. જેમાં પેરાસિટામોલ, ફોનોબાર્બિટોન, ફિનાઈટોઈન, સોડિયમ, એઝથ્રોમાઈસિન, સિપ્રોફ્લોક્સાસિન હાઈડ્રોક્લોરાઈડ અને મેટ્રોનિડાઝોલ જેવી દવાઓ સામેલ છે. એક એપ્રિલ ૨૦૨૨થી દવાઓના ભાવમાં વધારો જોવા મળશે. આ અગાઉ ૭ માર્ચના રોજ સરકારે જણાવ્યું કે ગત મહિને એટલે કે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર ૧૩.૧૧ ટકા પર રહ્યો. એ જ રીતે ફેબ્રુઆરી ૨૦૨૨માં સતત ૧૧માં મહિને જથ્થાબંધ મોંઘવારી દર બેવડી સંખ્યામાં નોંધાયો. જાન્યુઆરીમાં તે ૧૨.૯૬ ટકા અને ડિસેમ્બર ૨૦૨૧માં ૧૩.૫૬ ટકા પર રહ્યો હતો. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટ મુજબ ગત વર્ષના સમાન મહિનાની સરખામણીમાં મિનરલ ઓઈલ, બેઝિક મેટલ, કેમિકલ, અને કેમિકલ પ્રોડક્ટ્‌સ, ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, ખાણી પીણીનો સામાન વગેરેના ભાવમાં મુખ્ય રીતે મોંઘવારી દર ઊંચો રહ્યો.

Previous articleઆજથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ શરૂ, અનેક નિયંત્રણો હટાવાયા
Next articleઅઠવાડિયામાં પેટ્રોલ ૩.૨૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું