કાળીયાબીડની ટાંકીને નેટથી ઢાંકી કામ ચલાવાશે, નિષ્ણાંતોનો અભિપ્રાય લેવાશે
કાળીયાબીડની પાણીની છત તૂટતા મનપાનુ તંત્ર દોડતુ થયુ છે અને શહેરમાં આવેલ તમામ જુની ટાંકીનુ નિરીક્ષણ કરી કામગીરી કરવા હવે તખ્તો તૈયાર થયો છે. હાલમાં દુર્ઘટના ગ્રસ્ત કાળીયાબીડની પાણીની ટાંકીની છત પર ડોમ ફીટ કરવાની શકયતા છે. આ અંગે કન્સલટન્ટનો અભિપ્રાય લેવામાં આવશે. આ ઉપરાંત ચિત્રા – ફુલસર પાણીની ટાંકી અને તપ્તેશ્વર ફિલ્ટરમાં આવેલ પાણીની ટાંકી પણ કન્સલટન્ટને દેખાડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાનના કાળીયાબીડ પાણીની ટાંકીની છતનો કેટલોક ભાગ તૂટી ગયો છે તેથી ટાંકીનો ઉપરનો ભાગ ખુલ્લો થઈ ગયો છે અને પાણીમાં કચરો જવાની શકયતા છે . પક્ષી પણ પાણીમાં પડવાની શકયતા છે ત્યારે કચરો કે પક્ષી ના પડે તે માટે લીલી નેટ ફીટ કરવામાં આવશે. લીલી નેટ ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ડોમ ફીટ કરવાની કામગીરી કરાશે.