તમામ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી NPSનો જાહેરમાં વિરોધ વ્યક્ત કરી જૂની પેન્શન યોજના લાગું કરવા માટે માંગણી કરી
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા અને નવી પેન્શન યોજના બંધ કરવા સૂત્રોચાર સાથે માંગ કરવામાં આવી છે. ત્યારે ભાવનગર જિલ્લાના કર્મચારીઓએ પણ વિવિધ માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી, સૂત્રોચ્ચાર કરી વિરોધમાં જોડાયા હતા.
રાજ્યમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા અને નવી પેન્શન યોજના બંધ કરવા સૂત્રોચાર સાથે માંગ કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજના અન્ય રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે, ત્યારે ગુજરાત રાજ્યના જિલ્લા પંચાયતના કર્મચારીઓ વર્ષોથી માંગ કરી રહ્યા છે જે સંતોષવામાં આવી નથી. જેને લઈ ફરી એક વખત આંદોલન કરવાની ફરજ પડી છે, જેના ભાગરૂપે આજરોજ જિલ્લાના 30 હજારથી વધુ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
1 એપ્રિલ 2005ના રોજ ગુજરાત સરકાર તેમજ સમસ્ત ભારતમાં કર્મચારીઓ અને અધિકારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ હટાવી તેના સ્થાને નવી પેન્શન સ્કીમ એટલે NPS લાગુ કરવામાં આવી હતી. ત્યારે આ પેન્શન યોજનાને લઈ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરી રહ્યા છે. આ અંતર્ગત આજે ભાવનગરમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, જિલ્લાના પ્રાથમિક શિક્ષકો તથા તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી સુત્રોચ્ચાર કરી NPSનો જાહેરમાં વિરોધ વ્યક્ત કરી જૂની પેન્શન યોજના લાગું કરવા માટે માંગણી કરવામાં આવી છે.