સર BPTI સંસ્થાની ફેશન ડિઝાઈનીંગની વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરાયેલા ગાર્મેન્ટ્સ અને નમૂનાઓનું પ્રદર્શન

226

પ્રદર્શનમાં 55 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો
ફેશન ડિઝાઈનર દ્વારા ગાર્મેન્ટ્સ તથા નમુનાઓનું પ્રદર્શન સર બી.પી.ટી.આઈ. વિદ્યાનગર ભાવનગર સંસ્થા ખાતે ચાલતા કોમ્પ્યુટર એઈડેડ કોસ્ચ્યુમ ડીઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ ( ફેશન ડિઝાઈનીંગ ) વિભાગની વિદ્યાર્થિનીઓ દ્વારા વર્ષ દરમિયાન તેઓના ટીર્મ વર્કનાં ભાગરૂપે તૈયાર કરેલ ગાર્મેન્ટ્સ અને નમૂનાઓનું ભવ્ય પ્રદર્શન “પ્રયાસ 2022″ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંસ્થા ખાતે ફેશન ડિઝાઇનિંગ વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા અવનવા ટ્રેડીશનલ ગારમેન્ટનું પ્રદર્શન સમય સવારે 11 થી 5 કલાક સુધી યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરેલ વિવિધ પ્રોજેક્ટ વર્ક નાં નમૂનાઓ જેવા કે ખાદીનાં કપડા પર એપ્લીક વર્ક, ઇનોવેટીવ બેગ્સ, વેસ્ટ મટીરીયલ્સ માંથી જેકેટ્સ, લેક્ટેટીંગ તથા પ્રેગ્નન્ટ વૂમન માટેના ગાર્મેન્ટ્સ તથા વિવિધ ટાઈ એન્ડ ડાઈ ટેકનીક નાં ગાર્મેન્ટ્સ ઉપરાંત સ્ટેન્સિલ પ્રિન્ટેડ બેગ હાથરૂમાલ વગેરે નમૂનાઓનુ ભવ્ય પ્રદર્શન યોજાયું હતું, આ બીપીટીઆઈ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 55 વિદ્યાર્થીનીઓની ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમા સંસ્થાના આચાર્ય બી.આર.પટેલ, ખાતાના વડા ડો. ફરજાના કુગશિયાબેન, તથા ફેકલ્ટી ડો.પલ્લવી આચાર્ય, ડો.પુનિતાબેન વિરાણી, મમતા દેથાએ, વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફએ સારી એવી જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગર જિલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા
Next articleધો.૧૦ ગણિતનું પેપર નબળું જતાં વિદ્યાર્થીએ જીંદગીની બાજી સંકેલી લીધી