એક ભારત શ્રેષ્ઠ ભારત અને સર્વમિત્ર ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે તમામ બાળકોને કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો

1134

શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નંબર – ૮ માં ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને સર્વમિત્ર ગ્રુપ દ્વારા પક્ષીઓ ?માટે તમામ બાળકોને કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજાઈ રહ્યો છે.જેનો ઉમદા હેતુ બાળકોમાં જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક, ભૌગોલિક, સાહિત્યિક, ઐતિહાસિક, સામાજિક વગેરે જેવી ભિન્ન ભિન્ન બાબતો જાણે અને સમજ કેળવે તથા એકબીજાની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવે.’એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ અન્વયે ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ થયેલ છે. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.પ્રાર્થના બાદ દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું.ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટે કર્યુ અને શાળાની બાળાઓ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું.ત્યાર?બાદ શાળાના શિક્ષિકા ભાવનાબેન સોલંકી દ્વારા શાળાની બાળાઓને તૈયાર કરાવેલ છત્તીસગઢ નૃત્ય રજૂ કરવામાં આવ્યું તથા શાળાના શિક્ષિકા અલ્પાબેન દ્વારા તૈયાર કરાવેલ રાસ શાળાના બાળકોએ રજુ કર્યો.’એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ વિષેની સમજ શિક્ષક ગૌતમભાઈ દ્વારા આપવામાં આવી.અને છેલ્લે દરેક રાજ્યના પહેરવેશ સાથેની ’હિન્દ દેશ કે નિવાસી’ કૃતિ રજૂ કરવામાં આવી.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના અધ્યક્ષશ્રી શિશિરભાઈ ત્રિવેદીએ પ્રસંગોચિત વાત કરી હતી. સર્વમિત્ર (?કે.આર.દોશી) ટ્રસ્ટ દ્વારા શાળાના તમામ બાળકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના પાણીની સુવિધા માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા.ટ્રસ્ટના સુચિતાબેને હળવી શૈલીમાં કુંડાના સરસ રીતે ઉપયોગ થાય તે બાબતે સમજણ આપી. શાળાના પ્રભારી સભ્ય સંજયભાઈ બારૈયાએ સમગ્ર કાર્યક્રમનાં આયોજન બદલ સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર ના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી, તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સંજયભાઈ બારૈયા,નિકુંજભાઈ મહેતા, નીતિનભાઈ વેગડ, હરેશભાઈ વઘાસિયા અને મહેન્દ્રસિંહ ચાવડા તથા સર્વમિત્ર મંડળ માંથી સુચિતાબેન,મિતાબેન,ગુલાબસિંહ જાડેજા અને યોગેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી શાળાના શિક્ષક રામજીભાઈ ભાલિયા દ્વારા કરવામાં આવી. શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન અને મૌલિકભાઈએ ખૂબ સરસ રીતે કર્યું હતું.

Previous articleહરદ્વાર ગોસ્વામીને આત્મનિર્ભર ગુજરાત ગૌરવ પુરસ્કાર
Next articleઆજથી ચૈત્ર નોરતા શરૂ : ગુડી પડવો, ઝુલેલાલ જયંતી પણ ઉજવાશે