બેલુર વિદ્યાલય મહુવાનું ગૌરવ

1111

તાજેતરમાં બોર્ડ દ્વારા જાહેર થયેલી ધો.૧ર સાયન્સનું શ્રેષ્ઠ પરિણામ બેલુર વિદ્યાલયે આપ્યું છે. ગુજરાત બોર્ડ – ર૦૧૮માં અગ્રેસ રહી છે. આ ઉપરાંત જેઈઈ (મેઈન)માં મહુવમાં ટોપ પર બેલુર વિદ્યાલય રહી છે. કુલ રર વિદ્યાર્થીઓએ જેઈઈ (મેઈન)ની પરીક્ષા આપેલ જેમાંથી ૧૦ વિદ્યાર્થીઓ કવોલિફાઈડ થયા. સાથે સાથે નીટ તથા નીડ જેવી પરીક્ષા આપવા પ્રવેશની પાત્રતા પણ મેળવી. આમ બોર્ડ સાથે સ્પર્ધાત્મક કે જાહેર પ્રવેશ પરિક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરતી શાળા બેલુર વિદ્યાલયને ચોમેરથી અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવાય છે. આ તકે જીઈઈ (મેઈન) તથા બોર્ડમાં શ્રેષ્ઠ દેખાવ બદલ શાળાના ટ્રસ્ટીગણ, એમ.ડી., સેક્રેટરી તથા બેલુર વિદ્યાલય પરિવારે સાયન્સ ટીમને અભિનંદન પાઠવેલ.

Previous articleબાંભણીયા બ્લડ બેંક દ્વારા શક્તિસિંહ ગોહિલનું સન્માન
Next article૩ દિવસથી ગુમ નાની કુંડળના આધેડની લાશ મળતા ચકચાર