દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨૬૦ કેસ

213

નવી દિલ્હી, તા.૨
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૬૦ નવા કેસ નોંધાયા છે. આજે સવારે ૭ વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું કોવિડ-૧૯ રસીકરણ કવરેજ ૧૮૪.૫૨ કરોડ (૧,૮૪,૫૨,૪૪,૮૫૬) ને વટાવી ગયું છે. આ ૨,૨૦,૯૩,૩૪૬ સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. ૧૨-૧૪ વર્ષની વય જૂથ માટે કોવિડ-૧૯ રસીકરણ ૧૬ માર્ચ, ૨૦૨૨ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, ૧.૮૧ કરોડ (૧,૮૧,૨૧,૮૨૩) થી વધુ કિશોરોને કોવિડ-૧૯ રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને ૧૩,૪૪૫ થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના ૦.૦૩% સક્રિય કેસ છે. પરિણામે, ભારતનો રિકવરી રેટ ૯૮.૭૬% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૪૦૪ દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે ૪,૨૪,૯૨,૩૨૬ છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫,૨૮,૦૨૧ કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં ૭૯.૦૨ કરોડ (૭૯,૦૨,૯૮,૯૭૯) થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે. સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં ૦.૨૩% છે અને દૈનિક સકારાત્મકતા દર ૦.૨૪% હોવાનું નોંધાયું છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૧૮૪.૫૨ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા ભારતમાં સક્રિય કેસનું ભારણ ૧૩,૪૪૫ થયું. સક્રિય કેસનું ભારણ હાલમાં ૦.૦૩% છે. સાજા થવાનો દર હાલમાં ૯૮.૭૬% નોંધાયો. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૪૦૪ દર્દીઓ સાજા થયા, કુલ વધીને ૪,૨૪,૯૨,૩૨૬ દર્દીઓ સાજા થયા. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૧,૨૬૦ નવા કેસ નોંધાયા. દૈનિક પોઝિટિવીટી દર ૦.૨૪% પહોંચ્યો. સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં ૦.૨૩% છે.કુલ ૭૯.૦૨ કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં ૫,૨૮,૦૨૧ ટેસ્ટ કરાયા

Previous articleરશિયાએ વિશ્વની પ્રથમ કોરોના માટે નોઝલ વેક્સિન તૈયાર કરી
Next articleવેક્સિન લગાવ્યા બાદ પણ લોકો સુરક્ષિત નથી : એક્સપર્ટનો દાવો