સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મગફળીનું બંમ્પર ઉત્પાદન નિકાસ પર પ્રતિબંધ અને વાયદા બજાર પર સરકારી અંકુશ છતાં ભાવો ભડકે બળે છે
સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં ખાદ્યતેલનાં ભાવોમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે માત્ર એક માસમાં ૨૦૦ રૂપિયાનાં તોંતિગ વધારાએ ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારોની કેડ ભાંગી નાંખી છે શિંગતેલ કપાસીયા તેલ તથા સનફ્લાવર ઓઈલમા ભાવ વધારો સતત શરૂ જ રહ્યોં છે મોંઘવારી એ માઝા મૂકી હોવા છતાં રાજ્ય-કેન્દ્ર સરકાર ભાવ વધારાને અંકુશ માં લેવાના નક્કર પગલાઓ લેવાનાં બદલે ધ્રુતરાષ્ટ ની માફક ગરીબ પ્રજાને મોંઘવારીના દોઝખમા સબડતી જોવા સિવાય કશું કરી નથી રહી. દર વર્ષે સૌરાષ્ટ્રમાં ચોમાસું વાવેતરના રોકડીયા પાકોમાં મગફળી નું વાવેતર મોખરાનું સ્થાન ધરાવે છે અને પ્રતિવર્ષ સૌરાષ્ટ્રમાં મગફળીનું બંમ્પર ઉત્પાદન થાય છે અને આ મગફળી ના કુલ જથ્થા પૈકી ૯૦ ટકા હિસ્સો પીલાણ એટલેકે ખાદ્યતેલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ગત વર્ષે ચોમાસાની સિઝન પૂર્ણ થયે મગફળીનું વિપુલ ઉત્પાદન થયું હતું અને સરકારે ટેકાના ભાવથી મગફળીનો જથ્થો ખરીદ્યો હતો હાલમાં ભાવનગર રાજકોટ જામનગર અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મગફળી-કપાસ આધારિત ઓઈલમિલો ૨૪ કલાક ધમધમી રહી છે અને આજથી ત્રણેય માસ અગાઉ સરકારે મગફળી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ આમ છતાં હાલમાં મોંઘવારી નો “એરૂં” ખાદ્યતેલ ને પણ આભડી ગયો છે. આજથી એક માસ અગાઉ રૂપિયા ૨૩૦૦ થી ૨૪૦૦ ના ભાવે વેચાણ થતો સિંગતેલ નો નવો ડબ્બો હાલ રૂપિયા ૨૭૦૦ થી ૨૮૦૦ના ભાવે વેચાણ થઈ રહ્યો છે. આ ઉપરાંત કપાસીયા તેલ અને સિંગતેલ વચ્ચે ભાવ માં માત્ર રૂપિયા ૨૦ થી ૩૦ જેવો નજીવો ફર્ક હોય આથી ખાદ્યતેલમાં લોકો પ્રથમ પસંદગી સિંગતેલ ની જ કરી રહ્યાં છે જયારે પામોલિન તેલમાં નજીવી રકમનો ઘટાડો થયો હોવાનું વેપારીઓ એ જણાવ્યું હતું અને પામતેલ નો ઉપયોગ સામાન્ય રીતે ફાસ્ટફૂડ તથા ઢાબા રેસ્ટોરાં ના સંચાલકો દ્વારા કરવામાં આવે છે આથી એના પર કોઈ ખાસ અષર નથી પરંતુ ખાદ્યતેલમાં થયેલ ભાવ વધારાનો આટલો મોટો ભડકો જૂના વેપારીઓ-લોકો એ પ્રથમવાર જોયો હોવાનું જણાવી રહ્યાં છે.