ફાઇનલમાં વાઇફ એલીસા હીલીએ ફટકારી સદી

58

ક્રાઇસ્ટચર્ચ, તા.૩
ન્યૂઝિલેંડના ક્રાઇસ્ટચર્ચમાં સામે રમાયેલી મહિલા વર્લ્ડ કપ ૨૦૨૨ ની ફાઇનલ ઓસ્ટ્રેલિયાની ટીમે ઇગ્લેંડ વિરૂદ્ધ શાનદાર આગાજ કર્યું. આ ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયાઇ ઓનપર એલીસા હીલીએ તાબડતોડ બેટીંગ કરતાં સદી ફટકારી. તેને ચીયર કરવા માટે તેમના પતિ મિશેલ સ્ટાર્ક પણ સ્ટેન્ડમાં હાજર રહ્યા. એલીસા હીલીએ ટીમે ઓપનિંગમાં શાનદાર શરૂઆતા આપી અને ૧૩૮ બોલ રમીને ૧૭૦ રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેમણે ૨૬ ચોગ્ગા ફટકાર્યા. જોકે તે કોઇ સિક્સર ફટકારી શકી નહી. પોતાની આ ઇનિંગમાં એલીસા હીલીની સ્ટ્રાઇક રેટ ૧૨૩.૧૯ ની રહી. એલીસા હીલીએ સદી ફટકારતા જ સ્ટેન્ડમાં બેઠેલા મિશેલ સ્ટાર્ક ખૂબ ખુશ થયા. તેમણે ઉભા થઇને તાળીઓ વગાડી. તેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. સ્ટાર્કના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. ૩૨ વર્ષના સ્ટાર્ક પણ ઓસ્ટ્રેલિયાઇ પુરૂષ ટીમ માટે ક્રિકેટ રમે છે. તે ફાસ્ટ બોલર છે. સ્ટાર્કે અત્યાર સુધી ૬૯ ટેસ્ટ, ૯૯ વનડે અને ૫૦ ટી૨૦ રમી છે. તે આઇપીએલમાં પણ રોયલ ચેલેન્જર્સ બેગલુરૂ (ઇઝ્રમ્) માટે ક્રિકેટ રમી ચૂકી છે. હાલ આઇપીએલ સીઝનમાં રમી રહ્યા નથી. એલીસા હીલીની ધમાકેદાર ઇનિંગના લીધે ઓસ્ટ્રેલિયાઇ ટીમે વુમન્સ વર્લ્‌ડ કપ ૨૦૨૨ ની ફાઇનલમાં ઇગ્લેંડની સામે ૩૫૭ રન નો પહાડી ટાર્ગેટ સેટ કર્યો છે. મેચમાં ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયાઇ ટીમે ૫ વિકેટ પર ૩૫૬ રન બનાવ્યા. એલીસા હીલીએ આ શતકીય ઇનિંગ સાથે જ વર્લ્‌ડકપમાં એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. તે વર્લ્‌ડકપ (મહિલા-પુરૂષ) ની ફાઇનલમાં સૌથી મોટી ઇનિંગ રમનારી પ્રથમ ક્રિકેટર બની ગઇ છે. ફાઇનલમાં સૌથી મોટી ઇનિંગ રમવાના મામલે એલીસા હીલીએ ઓસ્ટ્રેલિયાઇ પૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ અને રિકી પોટિંગને પાછળ છોડી દીધા છે. ગિલક્રિસ્ટે ૨૦૦૭ વર્લ્‌ડકપ ફાઇનલમાં ૧૪૯ રન બનાવ્યા હતા. જ્યારે પોટિંગે ૨૦૦૩ ની ફાઇનલમાં૧૪૦ રનની અણનમ ઇનિંગ રમી હતી.

Previous articleચિક લિટલ બ્લેક ડ્રેસમાં આકર્ષક લાગી જેક્લીન
Next articleશિહોર ના પાંચ તલાવડા ગામે લાકડાના કચરા માં વિકરાળ આગ