ઓસ્ટ્રેલિયાએ આઇસીસી મહિલા વર્લ્ડકપ ૨૦૨૨નો ખિતાબ જીત્યો

222

ઓસ્ટ્રેલિયાએ બેટીંગ કરતાં ઇગ્લેંડ ટીમને જીતવા માટે ૩૫૭ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો : ઇગ્લેંડ ૪૩.૪ ઓવરમાં ૨૮૫ રન પર આઉટ થયું
ક્રાઇસ્ટચર્ચ, તા.૩
ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેંડને ૭૧ રનથી હરાવીને સાતમી વાર આઇસીસી મહિલા વનડે વર્લ્ડકપનો ખિતાબ જીતી લીધો. ઓસ્ટ્રેલિયાની આખી ટૂર્નામેન્ટમાં શાનદાર રમત રમી. ઇગ્લેંડની કેપ્ટન હીથર નાઇટે ટોસી જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાએ બેટીંગ કરતાં ઇગ્લેંડ ટીમને જીતવા માટે ૩૫૭ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો. ૩૫૭ રનનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેંડ ટીમ ક્યારેય લયમાં જોવા મળી નહી. ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી. ઇગ્લેંડ માટે નેટ સેવિયરે ૧૪૮ રનની ઇનિંગ રમી, પરંતુ તે પણ પોતાની ટીમને જીત અપાવી શકી નહી. આ ઉપરાંત કોઇપણ અન્ય બેટ્‌સમેન ૩૦ રન સુધી પહોંચી શક્યા નહી અને છેલ્લે આખી ટીમ ૪૩.૪ ઓવરમાં ૨૮૫ રન પર આઉટ થઇ ગઇ. ઓસ્ટ્રેલિયા માટે એલાના કિંગએ ખતરનાક બોલીંગ કરતાં ૩ વિકેટ પ્રાપ્ત કરી. ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટીંગ કરતાં ૩૫૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો. એલિસા હેલીએ ૪૧ રનના સ્કોર પર મળેલા જીવતદાનનો શાનદાર ફાયદો ઉઠાવીને ૧૩૮ બોલ પર ૨૬ ચોગ્ગાની મદદથી ૧૭૦ રન બનાવ્યા. તેમણે પોતાની ઓપનિંગ જોડી રાચેલ હેન્સ (૯૩ બોલમાં ૬૮) સાથે પહેલી વિકેટ માટે ૧૬૦ રન અને બેથ મૂની (૪૭ બોલમાં ૬૨)ની સાથે બીજી વિકેટ માટે ૧૫૬ રનની ભાગીદારી કરી. ઓસ્ટ્રેલિયા તરફથી લેગ સ્પિનર એલના કિંગે ૬૪ રન આપીને ત્રણ જ્યારે સ્પિનર જેસ જોનાસેનએ ૫૭ રન આપીને ત્રણ વિકેટ લીધી. ફાસ્ટ બોલર મેગાન શટે ૪૨ રન આપીને બે વિકેટ પ્રાપ્ત કરી. ઓસ્ટ્રેલિયાઇ એલિસા હેલીએ પુરૂષ અને મહિલા કપની ફાઇનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો નવો રેકોર્ડ પણ બનાવ્યો. ત્યારબાદ એડમ ગિલક્રિસ્ટ (૧૪૯, વર્લ્‌ડકપ ૨૦૦૭) રિકી પોટિંગ (૧૪૦, વર્લ્‌ડકપ ૨૦૦૩) અને વિવ રિચર્ડ્‌સ (૧૩૮ વર્લ્‌ડકપ ૧૯૭૯) નો નંબર આવે છે. ઇગ્લેંડની ખરાબ શરૂઆત રહી ઇગ્લેંડની બંને ઓપનર્સ સાત ઓવરમાં પેવેલિયન પરત ફરી. ડૈની વાયટ ૯૪) અને ટૈમી બ્યૂમોંટએ ( ૨૭) રન બનાવ્યા. કેપ્ટન હીથર નાઇટ (૨૪) પર મોટી જવાબદારી હતી, પરંતુ તે સાઇવર સાથે ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે લેગ સ્પિનર કિંગે તેમને આઉટ કરી દીધી. નવા બેટ્‌સમેન એમજી જોન્સ (૨૦) પર મોટા સ્કોરનું દબાણ હતું. તેમણે જોનાસેનના બોલ પર મિડ ઓફ પર કેચ આપ્યો. સાઇવરે એક છેડેથી રન બનાવવાની જવાબદારી ઉપાડી. પરંતુ બીજા છેડે તેમેને સપોર્ટ ન મળ્યો. કિંગએ સોફિયા ડંકલે (૨૩) ને બોલ્ડ કરીને તેમને પણ સાઇવરના સાથે મોટી ભાગીદારી કરવા ન દીધી. તેમણે નવા બેટ્‌સમેન કૈથરીન બ્રંટને (૧) રનમાં પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. જ્યારે એક છેડેથી વિકેટ ખરતી જતી હતી. ત્યારે સાઇવરે ૯૦ બોલમાં પાંચમી સદી પુરી કરી લીધી.

Previous articleમાર્ચમાં દેશમાં ગરમીએ ૧૨૧ વર્ષનો રેકોર્ડ તોડ્યો
Next articleરાજસ્થાન : ભારે હિંસાને પગલે ઇન્ટરનેટ બંધ કરાઈ