રાજસ્થાન : ભારે હિંસાને પગલે ઇન્ટરનેટ બંધ કરાઈ

229

૪ એપ્રિલ સુધી કર્ફ્‌યૂ, પોલીસનો તગડો બંદોબસ્ત : રાજસ્થાનના કરોલીમાં શનિવારના નવા વર્ષ પર બાઈક રેલી કાઢવામાં આવી ત્યારે રેલી પર પથ્થરમારો થયો હતો
કરોલી, તા.૩
રાજસ્થાનના કરોલીમાં મોટી બબાલ થઈ છે. જણાવી દઈએ કે, શનિવારના નવા વર્ષ પર બાઈક રેલી કાઢવામાં આવી હતી. તે દરમિયાન રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર પથ્થરમારામાં ૪૨ લોકો ઘાટલ થયા છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવ પેદા થઈ ગયો છે. સ્થિતિને કાબુમાં રાખવા માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી. શહેરમાં કર્ફ્‌યુ લગાવવામાં આવ્યું છે. જાણકારી અનુસાર આવતીકાલ મોડી રાત્રી સુધી ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.બાઈક રેલી પર થયેલા પથ્થરમારામાં કોતવાલી પોલીસ સ્ટેશન અધિકારી સહિત ૪ પોલીસકર્મી ઘાયલ થયા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક ગંભીર ઘાયલને કિયા રેફર કરવામાં આવ્યા છે. જ્યારે ૧૦ ઘાયલોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સીએમ અશોક ગહેલોતે કરોલીમાં થયેલી ઘટનાને લઇને ડીજીપી સાથે વાત કરી સ્થિતિની વિસ્તૃત જાણકારી મેળવી છે. સાથે જ પોલીસને તમામ અસામાજીક તત્વો સામે કડક પગલા લેવાના આદેશ આપ્યા છે. આ સાથે જ સીએમ ગહેલોતે અપીલ કરતા કહ્યું કે, શાંતિ બનાવી રાખો. કાયદા-વ્યવસ્થામાં સહયોગ આપો. ત્યારે રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર કરોલીમાં શાંતિ વ્યવસ્થા માટે પોલીસ હાજર છે. આઇજી ભરતપુર પ્રફુલ કુમાર ખમેસરા અને આઇજી કાયદા વ્યવસ્થા ભરત મીણા સ્થળ પર હાજર છે. ત્યારે એડીજી સંજીવ નાઝોરી, ડીઆરજી રાહુલ પ્રકાશ અને એસપી મૃદુલ કછવાહા સહિત ૫૦ અધિકારીઓ તેમજ ૬૦૦ થી વધારે પોલીસ કર્મચારીઓ તેનાત કરવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બાદ સ્થાનિક જિલ્લા કેલક્ટર અને એસપી શૈલેન્દ્ર સિંહ ઇંદોલિયા સહિત મોટી સંખ્યામાં પોલીસ દળ સ્થળ પર હાજર છે. શાંતિ વ્યવસ્થા બનાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટરે ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપ્યા છે. જેને લઇને આવતીકાલ મોડી રાત્રી સુધી ઇન્ટરનેટ બંધ રહેશે. તેમને જણાવી દઈએ કે, અફવાઓને રોકવા માટે તંત્રએ ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. ત્યારે આજથી ૪ એપ્રિલ મોડી રાત સુધી કરોલીમાં કર્ફ્‌યુ રહેશે.

Previous articleઓસ્ટ્રેલિયાએ આઇસીસી મહિલા વર્લ્ડકપ ૨૦૨૨નો ખિતાબ જીત્યો
Next articleખાદ્ય સહાય હેઠળ ૪૦,૦૦૦ ટન ચોખાનું લોડિંગ શરૂ કરાયું