હવે દત્તક આપવા માટે પ્રક્રિયા હાથ ધરાશે.!
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં બે માસ પૂર્વે કબ્રસ્તાન પાસેથી એક નવજાત બાળકી મળી આવી હતી.રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા આ બાળકીનો કબજો લઈ બાળ સુરક્ષા વિભાગને સોંપવામાં આવી હતી.જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા આ બાળકીનું નામ ખુશી આપવામાં આવ્યું હતું. બાળકીની સુરક્ષા માટે માવજત માટે ભાવનગરની તાપીબાઇ વિકાસ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી હતી. કાયદાકીય જોગવાઇ મુજબ બે માસ સુધીમાં વાલી વારસની મળે તે માટે જાહેર નોટીસ આપી વાલી વારસને બાળકનો કબજો મેળવી લેવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ બે માસ પસાર થઈ જવા છતાં કોઈ વાલી વારસની ભાળ નહીં મળતા આ બાળકીને લાવારીસ જાહેર કરવામાં આવી છે. સંલગ્ન તમામ વિભાગોના એનઓસી મેળવી આજે બાળ સુરક્ષા સમિતિ દ્વારા ઠરાવ પસાર કરી બાળકીને સ્પેશ્યલ અડોપશન ઓથોરિટી (SAA) ને સોંપી દેવામાં આવી છે. સરકારી નિયમ આ બાળકી ને હવે થી દત્તક લઈ શકશે. સરકારી નિયમ મુજબ દત્તક લેવા માગતા લોકોને સરકારી માપદંડો મુજબ લાયકાત ધરાવતા નિસંતાન દંપતિને આ બાળકી દત્તક આપવામાં આવશે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર