મથાવડાની સગીરા ઉપર દુષ્કર્મ મામલે ધારાસભ્યને આવેદન અપાયું

954

મથાવડા ગામે ૧૩ વર્ષની વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ બાબતે કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય કનુભાઈ બારૈયાને આવેદનપત્ર પાઠવવામાં આવેલ.
મથાવડા ગામે બનેલ ૧૩ વર્ષની વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ આ કપટ શિક્ષકના આજ દિન સુથી ધરપકડ કરવામાં આવી નથી તેમજ તેમને મદદગારી કરનારાઓની પર તપાસ કરવામાં આવી નથી. ૨૪ કલાકમાં આ દુષ્કર્મ કરનારા શિક્ષકની ધરપકડ કરવામાં આવે અને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી રજુઆત ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા ધારાસભ્યને કરાયેલ જો ૨૪ કલાકમાં કાર્યવાહી કરવામાં નહી આવે તો ધારાસભ્ય કનુભાઈ બારૈયાના ઘરની સામે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી આપેલ આ કેસને લાગતા વળગતા અધિકારીઓની પાસે કડક કાર્યવાહી કરવામાં આવે એવી રજુઆત પણ કરવામાં આવી હતી.

Previous article૨૦મીએ આદસંગ ધામે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં
Next articleબે ટકા પગાર વધારાના વિરોધમાં બેંક કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર