ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો રૂપિયા ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે
ભાવનગર એલસીબીની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બે બાઈક ચોરને ત્રણ ચોરાઉ બાઈક સાથે ઝડપી પાલીતાણા તથા ભાવનગર શહેરમાંથી ચોરાયેલ બાઈકનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન પાલીતાણા-સોનગઢ હાઈવે પરથી એક શખ્સ બાઈક સાથે શંકાસ્પદ હાલતે પસાર થતાં આ શખ્સને એલસીબીના જવાનોએ અટકાવી બાઈકની આરસી બુક લાઈસન્સ સહિતના દસ્તાવેજો સાથે નામ સરનામું પુછતાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ દિનેશ રાજુ મકવાણા ઉ.વ.૨૬ રે.જસપરા તા. પાલીતાણા હોવાનું જણાવેલ તથા તેની પાસે રહેલ બાઈક અંગે યોગ્ય દસ્તાવેજ કે સંતોષકારક જવાબ ન આપી શક્તા તેને પાલીતાણા પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં તેણે તથા તેનો સાગરીત ભાવેશ જેન્તિલાલ ડાભી રે.કબ્રસ્તાન પાસે પાલીતાણા સાથે મળી પાલીતાણા ટાઉન માથી બે તથા એક બાઈક ભાવનગર શહેરમાંથી ચોરી કર્યાંની કેફિયત આપતાં બંને ચોરની અટક કરી રૂપિયા ૫૦ હજારની કિંમતની ત્રણ બાઈકો કબ્જે કરી ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી-મુદ્દામાલનો કબ્જો સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.