૧૨૦૦ દિવસ પૂર્ણ કર્યા હોય તેવા સફાઈ કામદારોને પણ હંગામી ઓર્ડર અપાતા નથી : હંગામી સફાઈ કામદારોને કાયમીના ઓર્ડર આપવા, ઉનાળાના પગલે સાંજે ફોટા ફીંગરની કામગીરી કરવી સહિતના પ્રશ્ન હલ કરવા માંગણી
મનપાના સફાઈ કામદારોના પડતર પ્રશ્ન હલ નહી થતા રોષ જોવા મળી રહ્યો છે. ૧ર૦૦ દિવસ પૂર્ણ કર્યા હોય તેવા સફાઈ કામદારોને પણ હંગામી ઓર્ડર અપાતા નથી. હંગામી સફાઈ કામદારોને કાયમીના ઓર્ડર આપવા, ઉનાળાના પગલે સાંજે ફોટા ફીંગરની કામગીરી કરવી સહિતના પ્રશ્ન હલ કરવા સફાઈ કામદાર કલ્યાણ સંઘના સભ્યોએ માંગણી કરી છે. ભાવનગ૨ મહાનગ૨પાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જુદા જુદા ૧૩ વોર્ડમાં કામ કરતા રોજમદા૨ સફાઈ કામદારોની હાજરી ૧૨૦૦ દિવસની ત્રણ મહીના પહેલા પુરી કરેલ છે, તેઓને હંગામી ઓર્ડર આપવા માંગણી છે. હાલમાં જે સફાઈ કામદા૨ોને જુદા જુદા ૧૩ વોર્ડમાં કામ કરતા કામદારોને હંગામીમાંથી કાયમી ઓર્ડ૨ આપવા, ભાવનગર મહાનગ૨પાલિકામાં કામ કરતા સફાઈ કામદા૨ો માટે કેન્દ્ર સ૨કા૨ અને ગુજરાત સ૨કાર માંથી સફાઈ કામદારો માટે આવાસ યોજના અને તેઓના વિકાસના હેતુ માટે આવતી ગ્રાન્ટની કામગી૨ી તેઓના વિકાસ માટે વા૫રવા માંગણી છે. હાલ ઉનાળામાં ભયાનક તાપમાન ડીગ્રી ૪૦ થઈ રહ્યુ છે તે માટે સફાઈ કામદા૨ોની સાવચેતીના ભાગરૂપે બપોેરે આઉટડોર કામગીરીના કા૨ણે સફાઈ કામદા૨ માટે ફોટા ફિંગ૨ની કામગીરી સાંજે ૫-૦૦ વાગે બંધ ક૨વા માંગણી છે. આ બાબતે સફાઈ કામદા૨ કલ્યાણ સંઘના ઉપપ્રમુખ, મહામંત્રી વગેરેએ મહાનગ૨પાલિકાના કમીશનર અને ડેપ્યુટી ભાવનગર કમીશ્નરને લેખીત રજુઆત કરી છે અને તત્કાલ પ્રશ્ન હલ કરવા માંગણી કરી છે.