મહારાજા સાગરના પુત્રો આધારકાર્ડ કઢાવવા જાય તો આ અવળચંડું તંત્ર “સાગર કા સાંઠ હજારવા લડકા “એવું લખી મારે!!

56

“રાજુ. તારી પાસે આધાર કાર્ડ છે?” મેં રાજુને પૂછયું.
“ગિરધરભાઇ. મારી પાસે નિરાધાર કાર્ડ પણ છે.” રાજુએ અન્ડર આર્મ બોલ ફેંક્યો.
“રાજુ. તારા આધાર કાર્ડમાં તારું નામ શું લખ્યું છે? મેં બીજો બાઉન્સર ફેંકયો!!
“ રામા નાથાનો ત્રીજો છોકરો” રાજુએ જવાબ આપ્યો.
“રાજુ. તને શાળામાં દાખલ થવામાં કોઇ તકલીફ ન થઇ?” મેં નવો મોરચો ખોલ્યો.
“ ગિરઘરભાઇ. નાનકડા ગામડાગામમાં બધા એક બીજાને જાણતા હોય. એટલે રામા નાથાનો ત્રીજો છોકરો એટલે રાજુ ખબર હોય. એટલે શાળામાં દાખલ થવામાં વાંધો કયાંથી આવે ??” રાજુએ પરિસ્થિતિ બયાન કરી!!
કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ અને અન્ય સરકારી કામો માટે ફરજીયાત બનેલા આધારકાર્ડમાં પણ હવે ગરબડ ગોટાળા બહાર આવવા લાગ્યા છે, સામાન્ય રીતે કોઈપણ નાગરિકને ઈશ્યુ થતા આધારકાર્ડમાં એક યુનિક આઇડેન્ટિટી નંબર આપવામાં આવે છે પરંતુ હળવદ તાલુકાના નવા ધનાળા ગામે બે વ્યક્તિને એક જ આઇડેન્ટિટી નંબરથી આધારકાર્ડ ઈશ્યુ થતા આશ્ચર્ય સર્જાયું છે અને આધારકાર્ડ સિસ્ટમ સામે પ્રશ્નાર્થ ખડા થયા છે.
સુરતમાં પાંડેસરામાં આધારકાર્ડમાં છબરડા મામલે ૩ લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. વિશ્વાસઘાતનો ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે. આરોપીઓ સરકારની કોઇ એજેન્સીનાં તેમજ સિન્ટીકેટ બેંકનાં ઓપરેટર ન હોવા છતાં પોતાની પાસે આધારકાર્ડ તેઓ અપડેટ કરતાં હતાં. કોઇ રજીસ્ટ્રેશન પણ ન હોવાં છતાં તેણે પ્રશાંત મનસુખભાઇ મોરવાડીયા નામનાં વ્યક્તિનાં અંગુઠાનો રબર સ્ટેમ્પ બનાવીને તેનો ઉપયોગ કરી ખોટી રીતે લોકોનાં આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરી આધારકાર્ડ બનાવતાં હતાં.
વડોદરાના એક યુવકના આધાર કાર્ડ પર અન્ય વ્યક્તિએ વેક્સિન(દૃટ્ઠષ્ઠષ્ઠૈહી) લઈ લીધી છે.જયેશ ભાઈ જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માટે ગયા ત્યારે આ વાતનો ખુલાસો થયો છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના છબરડા સામે આવી રહ્યાં છે.
સુરેન્દ્રનગરમાં પુત્રના શાળા પ્રવેશ અને શિષ્યવૃત્તિ માટે આધારકાર્ડ કઢાવવા ગયેલ વ્યકિતના પુત્રપિતાના સંબંધો સ્વ. જશપાલ ભટીના શોની માફક ઉલ્ટાપુલ્ટા કરી નાંખવામાંઆવ્યા હતા.
મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં પોલીસે એક વ્યકિતને પોતાના કૂતરાનું આધાર કાર્ડ બનાવવાના આરોપમાં ગુરુવારે (૩૦ ઓગસ્ટ)ના ધરપકડ કરી. એક રિપોર્ટ અનુસાર, ભિંડના ઉમરી સ્થિતિ એક આધાર પંજીકરણ એજન્સીની મદદથી ટૉમી સિંહ નામના કૂતરાનું આધાર કાર્ડ બનાવવામાં આવ્યુ છે. આધાર કાર્ડ પર ટૉમી સિંહના પિતાનું નામ શેરૂ સિંહ લખવામાં આવ્યુ છે. ટૉમી સિંહની બર્થ ડેટ ૨૬ નવેમ્બર ૨૦૦૯ છે
સેલીબ્રીટી, ગાય,બકરા અને હનુમાનજીના નામના આધાર કાર્ડ બની ગયા છે. કોઇ શાયરે સાચું જ કહ્યું છે તારા બનાવનારા તને ( બેવકૂફ)બનાવે છે!
આધાર કાર્ડ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ગત એક વર્ષથી રાજૂના નામે ૫ કિલો સરકારી રાસન લેવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે માલિક પાસે રાજૂનું આધારકાર્ડ માંગવામાં આવ્યું તો માલિકે કહ્યું કે, તેનું આધારકાર્ડ નથી. ત્યારબાદ વધારે દબાણ કરવામાં આવતા ખબર પડી કે, રાજૂના નામ પર રાશન કાર્ડ બન્યું છે, તે માણસ નથી કૂતરૂ છે.
માલિકે સંબંધવાળી કોલમમાં દીકરો લખાવ્યું હતું.સરકારની માનરેગા યોજનામાં મજૂરોને તેના માનરેગા કાર્ડ આપવામાં આવે છે જેમાં મજૂરની વિગત મુકાયેલી હોય છે અને તેના ફોટાના આધારે અને વિગતોના આધારે તેને ચૂકવણું થતું હોય છે, આવા જ એક માનરેગાના કાર્ડમાં મજૂરનાં ફોટાની જગ્યાએ ફિલ્મ અભિનેત્રી દિપીકા પાદુકોણનો ફોટો જોવા મળે છે.સોશિયલ મિડિયામાં આ કાર્ડનો ફોટો ખૂબ વાયરલ થયેલો જોવા મળે છે, જઆ કાર્ડ મધ્યપ્રદેશના ખનગોળ જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે. આ સેલિબ્રિટી કાર્ડ ઉપર મજૂરીની ચુકવણી પણ થયેલી છે.આથી જ આ વાતથી આ કાર્ડ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું છે.
ઉત્તરપરપ્રદેશમાં આધારકાર્ડને લઈને અનોખો મામલો સામે આવ્યો છે તમે આધારકાર્ડમાં કોઈ વ્યક્તિનું નામ જોયું હશે અટક જોઈ હશે જન્મ તારીખ જોઈ હશે પરંતુ તેનાથી અલગ આ બાળકીના આધારકાર્ડમાં જોવા મળ્યું અત્યારે જે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે અહીં નામની જગ્યાએ એવું લખી દીધું કે જાણીને તમને સો ટકા હસવું છૂટી જશે. અહીં એક બાળકીના આધારકાર્ડમાં આધારકાર્ડ વાળાએ નામની જગ્યાએ મધુનું પાંચમુ બાળક લખી દીધું પરંતુ આ વાતની તેના માતા પિતાને ન પડી પરંતુ જયારે મધુબહેન પતિ દિનેશ સાથે બાળકીનું એડમિશન કરાવવા સ્કૂલમાં પહોંચી ત્યારે એમને ખબર ન પડી કે આધારકાર્ડમાં ભૂલ છે.જયારે સ્કૂલમાં.
બાળકીને એડમિશન આપવાની ચોખ્ખી ના પાડી દીધી તેના બાદ આ આધારકાર્ડ વાયરલ થઈને ચર્ચાઓ વિષય બનેલ છે જણાવી દઈએ મધુ અને એમના પતિ દિનેશ બાળકીનું એડમિશન કરાવવા ગામમાં જન સ્કૂલમાં એડમિશન કરવવા ગયા હતા ત્યારે મેડમે એમને આધારકાર્ડ માંગ્યું ત્યારે જોઈને શિક્ષિકા હેરાન રહી ગઈ.
ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પુત્ર સુયોધન આધાર કાર્ડ કઢાવવા જાય તો તંત્ર આધાર કાર્ડમાં ગાંધારી કા સોવા લડકા લખીને કાર્ડ ઇસ્યુ કરે. મહારાજા સાગરના પુત્રો આધારકાર્ડ કઢાવવા જાય તો આ અવળચંડું તંત્ર સાગર કા સાંઠ હજારના લડકા એવું લખી મારે!!
– ભરત વૈષ્ણવ

Previous articleરામનવમી
Next articleસરધારમાં ઘરસભાને બે વર્ષ પૂર્ણ કરાતા ખાસ ઉજવણી કરાઇ