ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ દ્વારા ભાવનગરમાં ચાર દિવસીય વિશિષ્ટ ઉજવણી કરાશે

49

નેક નામદાર કુવરીસા બ્રિજેશ્વરીકુમારીએ સમગ્ર માહિતી આપી
ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ દ્વારા આજરોજ નિલમબાગ પેલેસ ખાતે પત્રકાર પરિષદ રાજકુંવરી બ્રીજેશ્વરીકુમારી ગોહિલએ સંબોધીને હેરિટેજ વિશિષ્ટ ઉજવણી ચાર દિવસ કરવામાં આવશે,જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH)ની સ્થાપના ૧૯૮૪માં નવી દિલ્હીમાં ભારતમાં હેરિટેજ જાગરૂકતા અને સંરક્ષણને આગળ વધારવાના હેતુ સાથે કરવામાં આવી હતી.આજે સમગ્ર દેશમાં ૧૯૦થી વધુ પ્રકરણો સાથે INTACH વિશ્વની સૌથી મોટી હેરિટેજ સંસ્થાઓમાંની એક તરીકે ઓળખાય છે. છેલ્લાં ૩૧ વર્ષોમાં INTACH એ માત્ર આપણા કુદરતી અને નિર્મિત વારસાના જ નહીં પરંતુ અમૂર્ત વારસાના સંરક્ષણ અને જાળવણીમાં પણ પહેલ કરી છે.ભાવનગર હેરિટેજ પ્રિઝર્વેશન સોસાયટીની સ્થાપના બ્રિજેશ્વરી કુમારી ગોહિલ દ્વારા ૨૦૧૭માં કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં આવા સુંદર હેરિટેજ સ્મારકો અને સમૃદ્ધ ઈતિહાસ છે જેને જાળવવાની જરૂર છે તેથી તે ઉદ્દેશ્ય સાથે ભાવનગર માં એ INTACH Chapter નું સંકલન કરવામાં આવ્યુ છે. જેથી તેનો ભવ્ય વારસાની જાળવણીમાં INTACH મદદરૂપ થઈ શકે INTACH ભાવનગર ચેપ્ટર અને ભાવનગર હેરિટેજ પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે વર્લ્‌ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી ભાવનગરની તમામ જનતાને આ કાર્યક્રમમાં જોડાવા અમે આમંત્રિત કરીએ છીએ. ભાવનગરના નેક નામદાર મહારાણી સમયુક્તાકુમારી, નેક નામદાર કુવરીસા બ્રિજેશ્વરીકુમારી, ડો.તેજસ દોશી, બ્રિજરાજ સોલંકી, અનિશા સમા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની સંપૂર્ણ માહિતી આપી હતી.

Previous articleવધ – ઘટ થતા તાપમાનથી ગરમી લાગવાના બનાવોમાં થયો વધારો
Next articleભાવ. યુનિ.મંડળી દ્વારા સભાસદો માટે યોજાયો બેઝિક હેલ્થ ચેકઅપ કેમ્પ