મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ના સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થવાની સાથે સાથે હાલના સમયમાં સભાસદોની આર્થિક સુખાકારીની સાથોસાથ સભાસદોનું આરોગ્ય પણ જળવાઈ રહે તેવા હેતુથી મંડળીની યુનિવર્સિટીની કચેરી ખાતે દર માસે ૭ તારીખે સભાસદો અને તેમના પરિવારજનો માટે વિનામૂલ્યે બેઝીક હેલ્થ ચેકઅપનું આયોજન સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, સીદસરના સહયોગથી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે તા.૭ના રોજ મેડિકલ ટીમ દ્વારા મંડળીની કચેરી ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવેલ, જેમાં સભાસદો અને તેમના પરિવારજનો તથા યુનિવર્સિટી સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ એમ મળી કુલ ૪૪ વ્યકિતઓએ આ સેવાનો લાભ લીધેલ. બેઝીક હેલ્થ ચેક અપમાં મુખ્યત્વે વજન, બ્લડ પ્રેશર, બ્લડ શુગર, ઓકસીજન લેવલ, હાર્ટ બીટ, તાપમાન વિગેરે બાબતોનો સમાવેશ કરી તેનો એક રીપોર્ટ તૈયાર કરી સેવાર્થિને તેમના રેકર્ડ માટે આપવામાં આવેલ જેથી ભવિષ્યના અન્ય દાકતરી નિદાનમાં મદદરૂપ થાય.