જો શિક્ષકને હાજર કરાશે તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી…
બોટાદના ગઢડા તાલુકાના હરીપર ગામના એક શિક્ષકને ભણતરના બદલે પ્રેમના પાઠ ભણાવતો વાલીઓએ પકડ્યો હતો જેને લઇને આ શિક્ષક શબ્બીર ઈ.બોળાતર સામે પોલીસે તપાસ હાથ ધરી ધોરણ-6 ની છાત્રા સાથે અડપલા કરવા બદલ શિક્ષક વિરૂધ્ધ પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી જ્યારે શિક્ષણ વિભાગે આ શિક્ષક ને સસ્પેન્ડ કર્યો હતો ત્યારે આ શિક્ષકને રાણપુર તાલુકાના ધારપીપળા ગામે મુકવામાં આવતા ધારપીપળા ગામ લોકોએ ભેગા થઈ ધારપીપળા પ્રાથમિક શાળાના આચાર્ય ને આવેદનપત્ર આપી આ શિક્ષકને હાજર ન કરવા લેખિતમાં રજૂઆત કરી હતી તેમજ આ અંગે જો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ શાળાને તાળાબંધી કરાશે તેવુ ગામ લોકો તેમજ ધારપીપળા ગામના આગેવાન હરીરામબાપુ દેશાણી એ જણાવ્યું હતુ.