ભાવનગર મનપામાં આજે મળેલી બેઠકમાં 15 ઠરાવ મંજૂર કરાયા, રોડ અને ગાર્ડનના કામોની મુદતમાં વધારો કરાયો

556

નારી, સીદસર અને અધેવાડાના ગ્રામપંચાયતમાં ખાતે જન સેવા કેન્દ્ર શરૂ થશે
ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ સ્ટેન્ડિંગ કમિટી મીટીંગ રૂમ ખાતે કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને યોજાય હતી, આ બેઠકમાં કુલ 15 જેટલા ઠરાવો રજુ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 15 ઠરાવો મંજુર કરાયા હતા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોડ અને ગાર્ડનના કામની પૂર્ણ કરવાની મુદત કરતાં અનેક ગણી મુદત વધારવામાં આવી રહી છે. ગાર્ડનમાં જ 9 મહિનાના કામમાં 21 માસની મુદત વધારવામાં આવી હતી,તરસમીયા ગામના તળાવથી કોર્પોરેશનની હદ સુધી આર.સી.સી. રોડના કામની સમયમર્યાદા 6 માસની સમયમર્યાદા વધારવામાં આવી તેમજ રૂ.5,71,696નો વધારો કરવામાં આવ્યો હતો, તેવી જ રીતે અકવાડામાં વિવિધ સ્થળે આર.સી.સી. રોડના કામમાં પણ 6 મહિનાની મુદત હતી તે કામમાં ડ્રેનેજ લાઈનના કામની અડચણને કારણે મુળ કામની સમયમર્યાદા કરતાં 212 દિવસનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ફુલસર ટીપી સ્કીમમાં ગાર્ડન ડેવલોપમેન્ટના કામની જાન્યુઆરી 2019માં મંજૂરી આપવામાં આવી હતી. અને તેની સમયમર્યાદા 9 માસની હતી. પરંતુ ત્યારબાદ જુદા જુદા કારણોસર સ્ટેન્ડિંગ કમિટીએ ડિસેમ્બર 2020થી એજન્સીને વધુ 15 માસની સમયમર્યાદા વધારી આપી છતાં તે સમયમાં પણ કામ પૂર્ણ નહીં થતાં વધુ 6 મહિનાની સમયમર્યાદા વધારવા એજન્સી દ્વારા રજૂઆત કરી છે. એટલે કે, 9 માસના કામ માટે 21 મહિનાની સમયમર્યાદા વધારવામાં આવી હતી. જ્યારે મહત્વનો ઠરાવ નાના-મધ્યમ વર્ગને જુદી-જુદી સેવાઓ જેમ કે આવકના દાખલાઓ, વારસાઈનું પ્રમાણપત્ર, પછાત વર્ગ પ્રમાણપત્ર, સોગંદનામા, વિધવા પ્રમાણપત્ર, જ્ઞાતિના દાખલા, બિન અનામત પ્રમાણપત્ર વગેરે સેવાઓ માટે સીટી મામલતદાર કચેરી ખાતે ધક્કા ન ખાવા પડે તે હેતુથી નારી, સીદસર અને અધેવાડાના ગ્રામપંચાયતમાં ખાતે જન સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

Previous articleપોસ્કો એક્ટ હેઠળ સસ્પેન્ડ થયેલ શિક્ષકને રાણપુર તાલુકાના ધારપીપળા ગામે હાજર નહી કરવા રજુઆત કરાઈ
Next articleહિંમતનગર,ખંભાતના બનાવ બાદ ભાવનગર પોલીસ સતર્ક