અગ્નિશમન સપ્તાહ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ ધ્વારા શહીદ થયેલ ફાયરના જવાનોને આજે સવારે ૨ મિનિટનું મૌન રાખી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. તથા સાંજે ૭થી ૮ દરમિયાન ભાવનગર ફાયર સર્વિસના વાહનો જેવાં કે ફાયર ફાઇટર , રેસ્ક્યુ વાન, હેન્રી ફાયર ટેન્ડર, ફોમ એન્ડ ડી.સી.પી ટેન્ડર, એમ્બ્યુલન્સ, ધર્મરથ વગેરે વાહનો તેમજ ફાયર સ્ટાફ દ્વારા ફાયર સ્ટેશનથી નિકળી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર – ફાયર સ્ટેશન સુધી રેલી સ્વરૂપે વાહનોમાં જાહેર જનતાના નિદર્શન હેતુ રૂટ પર પસાર થઈ હતી. જેને મેયરના વરદ હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.