શહેરના પુર્વ વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

837
bvn1452017-6.jpg

મહાપાલિકા દ્વારા પાંચમો સેવાસેતુ કાર્યક્રમ-ર ભાવનગર (પુર્વ વિધાનસભા વિસ્તારના ઉ.કૃષ્ણનગર વોર્ડમાં તા. ૧ર-પના રોજ સવારના ૯-૦૦થી સાંજના પ-૦૦ કલાક સુધી શાળા નં. ૧૪-૧પ પૂજય જલારામ બાપા, પ્રાથમિક શાળા, જલારામ મંદિર પાસે, ભાવનગર ખાતે યોજેલ. આ  કાર્યક્રમમાં નિલેશભાઈ રાવલ, શિક્ષણ સમિતિના ચેરમેન ઉત્તર કૃષ્ણનગર વોર્ડના કોર્પોરેટર ભરતભાઈ બુધેલીયા, જીતેન્દ્રભાઈ સોલંકી, રામુબેન વાજા, જસુબેન બારૈયા, કમિશ્નર એમ.આર. કોઠારી, નાયબ કમિશ્નર જે.એ. રાણાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ વેગવાન બનાવ્ય્‌ હતો. તેઓની ઉપસ્થિતિમાં આવકનો દાખલો, સોંગદનામું, રેશનકાર્ડ, આધારકાર્ડ, નિરાધાર વૃધ્ધ સહાય, આરોગ્યલક્ષી સેવાઓ તેમજ મહાપાલિકાની અન્ય સેવાઓ સંબંધિત પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ હતો. જેમાં આશરે રપ૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જે પૈકી રપ૭ અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. 

Previous articleવેકેશનની મજામાણતા ભુલકાઓ
Next articleખારો ડેમનું પાણી વ્યર્થ વહાવી દેતા ધરતીપુત્રો લાલઘૂમ