ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં શંખેશ્વરા પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની પૂ. સાધ્વીજી ભાવપૂર્ણા શ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સાધ્વીજી દિવ્યભાવિતા શ્રીજી મ.સા. આદિ ઠાણા ૩ની નિશ્રામાં ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટીની બાલિકાઓ દ્વારા મહાવીર સ્વામીના માતા ત્રિશલા દેવીને આવેલા ચૌદ સ્વપ્ન દર્શન કરાવી વીર જન્મ કલ્યાણકની ઉમંગભેર ઉજવણી કરવામાં હતી. સંગીતકાર જયભાઈ શાહ એન્ડ ટીમ દ્વારા પ્રભુભક્તિના ગીતની રમઝટ બોલાવવામાં આવી હતી. આ અવસરે જૈન સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.