હનુમાનજીની આવી મૂર્તિઓ દેશના ચાર ખૂણમાં બનાવાઈ રહી છે, શિમલામાં આવી મૂર્તિ છે બીજી મૂર્તિ મોરબીમાં બની, અન્ય રામેશ્વરમ અને પશ્ચિમ બંગાળમાં બની રહી છે
નવી દિલ્હી,તા.૧૬
હનુમાનજી પોતાની ભક્તિ અને સેવાભાવથી સૌને જોડે છે. દરેકને તેમનામાંથી પ્રેરણા મળે છે. તેઓ શક્તિ અને સંબલ છે જેઓએ સમસ્ત વનવાસી પ્રજાતિઓ અને વનબંધુઓને માન અને સન્માનનો અધિકાર અપાવ્યો. તેથી હનુમાનજી એક ભારત શ્રેષ્ઠ ભારતના પણ પ્રતિક છે, એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હનુમાન જયંતીનાં પાવન અવસર પર હનુમાનજીની ૧૦૮ ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવા દરમિયાન તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. ગુજરાતના મોરબી ખાતે આવેલાં ભરતનગર બેલા ગામને જોડતા માર્ગ પર ખોખરા હનુમાનજી ધામ ખાતે નિર્માણ પામેલી ૧૦૮ ફુટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરાશે. જેમાં મોટી મોટી હસ્તીઓ ભાગ લઇ રહ્યાં છે. વિજયવર્ગીયજીએ મંદીર અંગે વાત કરી. ખાસ વાત એ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી છે. તેમજ કથામાં હાજર શ્રોતાઓને સંબોધન પણ કરી રહ્યાં છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે મોરબીમાં કેશવાનંદ બાપુની તપોભૂમિમાં સૌના દર્શન કરવાની તક મળી છે. આપણી સૌરાષ્ટ્રની ધરતી સંત, શૂરા અને દાતાની ધરતી છે. આ ભૂમિ કાઠિયાવાડ અને ગુજરાતની આગવી ઓળખ છે. મારા માટે પોખરા હનુમાન ધામ ઘર જેવુ છે. તેની સાથે મારો નાતો કર્મનો અને પ્રેરણાનો રહ્યો છે. જ્યારે પણ મોરબી આવું ત્યારે હનુમાન ધામ જતો. પૂજ્ય બાપુ પાસે સમય વિતાવતો. જ્યારે મચ્છુ ડેમની દુર્ઘટના ઘટી ત્યારે આ હનુમાન ધામ પ્રવૃત્તિથી ધમધમતુ હતું. ત્યારે બાપુ સાથે મારો નાતો વધુ ઘનિષ્ઠ થયો. ચારેતરફથી લોકો સેવાના કામ માટે આવતા, ત્યારે આ ધામ સેવાનુ મથક બન્યું. એ દુખની ઘડીમાં હુ સામાન્ય સેવકની જેમ જોડાયો હતો. તે સમયે પૂજ્ય બાપુ સાથે જે વાતો થતી તેમાં મોરબીને ભવ્ય બનાવવાની વાતો થતી. હવે આપણે અટકવાનુ નથી. મોરબીની દુર્ઘટનામાંથી જે પાઠ અને અનુભવ લીધા હતા તે કચ્છના ભૂકંપમાં કામ કરવામાં લેખે લાગ્યો. તેથી આ પવિત્ર ધરતીનો હુ ઋષિ રહ્યો છું. સેવાભાવમાં મોરબીના અનુભવો કામ આવ્યા. જેમ ભૂકંપ પછી કચ્છ ઝળહળ્યુ, તેમ મોરબીએ આફતને અવસરને પલટવાની તાકાત બતાવી.તેમણે કહ્યુ કે, આ રીતે રામકથાનું આયોજન પણ દેશના અનેક ભાગોમાં સતત થયા કરે છે. રામકથાના ભાવના સૌને જોડે છે. પ્રભુભક્તિ સાથે એકાકાર કરે છે. આ જ ભારતીય આસ્થા, આધ્યાત્મ, સંસ્કૃતિ અને પરંપરાની તાકાત છે. ગુલામીના મુશ્કેલ કાળખંડમાં પણ અલગ હિસ્સા અને વર્ગોને જોડ્યા. હજારો વર્ષોથી બદલાતી સ્થિતિ છતા ભારતના અડગ રહેવામાં આપણી સભ્યતા, સંસ્કૃતિની મોટી ભૂમિકા છે. આપણી આસ્થા, સંસ્કૃતિની ધારા સદભાવ, સમાવેશની છે. પીએમ મોદીએ હનુમાન જયંતીએ લોકોને શુભેચ્છા આપી હતી. તેમણે રામચરિત માનસના એક શ્લોકનું વર્ણન કર્યુ હતું. સંબોધનમાં કહ્યુ હતું કે, ઈશ્વારની કૃપા વગર સંતોના દર્શન દુર્લભ હોય છે. ગત દિવસોમાં ઉમિયા ધામ, અન્નપૂર્ણા ધામના દર્શનના અવસર મળ્યા. આજે હનુમાન જયંતીએ વધુ એક તક મળી. હનુમાનજીની આવી મૂર્તિઓ દેશના ચાર ખૂણમાં બનાવાઈ રહી છે. શિમલામાં આવી મૂર્તિ છે. બીજી મૂર્તિ મોરબીમાં બની છે. અન્ય રામેશ્વરમ અને પશ્ચિમ બંગાળમાં બની રહી છે. આ બાબત એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પનો હિસ્સો છે. હનુમાનજી પોતાની ભક્તિ અને સેવાભાવથી સૌને જોડે છે. દરેકને તેમનામાંથી પ્રેરણા મળે છે. તેઓ શક્તિ અને સંબલ છે જેઓએ સમસ્ત વનવાસી પ્રજાતિઓ અને વનબંધુઓને માન અને સન્માનનો અધિકાર અપાવ્યો. તેથી એક ભારત શ્રેષ્ઠ ભારતના પણ હનુમાનજી પ્રતિક છે.