ભાવનગર ખાતે આજે એનસીપી ના નેતા અને મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલ, જયંત બોસ્કી અને રેશમા પટેલની ઉપસ્થિતિમાં આજે નિલમબાગ સર્કલ થી પ્રગતીનગર સુધીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રેલી પ્રગતીનગર ખાતે એક જાહેરસભામાં પરિવર્તિત થઇ હતી જેમાં દેશમાં વધતી જતી મોંઘવારી અને ખેતીના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી તેમજ આગામી વિધાનસભા 2022 ની ચુંટણી કોંગ્રેસ સાથે મળી અને લડીશું તેવા આસાર પણ આપ્યા હતા.
આગામી 25 અઠવાડિયામાં ગુજરાત વિધાનસભા-૨૦૨૨ ની ચુંટણીઓ યોજાનાર છે ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાની ચુંટણીની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ભાવનગર ખાતે એનસીપી દ્વારા પણ ચુંટણીની તૈયારીના ભાગરૂપે લોકસંવાદ રેલી અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એનસીપી ના નેતા અને મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલ, જયંત બોસ્કી અને રેશમા પટેલની ઉપસ્થિતિમાં આજે નિલમબાગ સર્કલથી પ્રગતીનગર સુધીની બાઈક-કાર રેલી યોજાય હતી જેમાં એનસીપી ના કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જયારે પ્રગતીનગર ખાતેની જાહેરસભામાં ઉપસ્થિત નેતાઓ દ્વારા હાલની મોંઘવારી અને ખેતીના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જયારે સૌથી મહત્વ નું જેમાં પ્રફુલ પટેલે આપ પાર્ટી અંગે પોતાનું નિવેદન આપ્યું હતું તેમજ ૨૦૧૭ માં કોંગ્રેસે એનસીપી સાથે ગુજરાતમાં ગઠબંધન ના કરી ને જે ભૂલ કરી હતી ત્યારે હવે આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચુંટણીમાં એનસીપી ના સુપ્રીમો શરદ પવાર કોંગ્રેસ સાથે મળી અને ચુંટણી લડવા અંગેના પ્રયાસો કરશે તેમ જણાવ્યું હતું. આ તકે પ્રફુલ પટેલ ને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ને ચુંટણી લડવા અંગેની બાબતે તેમને જયારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસમાં તો એક સાંધો અને તેર તૂટે એવી સ્થિતિ છે. જે નેતાઓ કોંગ્રેસમાં ચૂંટાઈ આવી છે તે વેચાઈ જાય છે કે પદની લાલચમાં પાર્ટી છોડી બીજા પક્ષમાં જતા રહે છે ત્યારે તેમણે જે સ્પીચમાં જે કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે નિવેદન કર્યું હતું અને તેમણે આપેલા જવાબમાં પણ ફર્ક જણાતો હતો. તેઓ પણ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અને નેતાગીરી કેવી સારી રીતે જાણે છે પણ સમવીચારી પાર્ટી સાથે ગઠબંધન કરી ચુંટણી લડવી જોઈએ તેમ જણાવ્યું તેમજ તમામ સમવીચારી પક્ષો એકજુથ થઇ અને ચુંટણી લડે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.